Not Set/ લોકસભા ચૂંટણી 2019 – અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

મંતવ્ય ન્યૂઝ, લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક […]

Gujarat Others Politics
Seat લોકસભા ચૂંટણી 2019 – અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

મંતવ્ય ન્યૂઝ,

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાંથી આ વખતે 26 ઉમેદવારો લડી રહ્યા છે. આ 26 બેઠકોમાં દરેક બેઠકનું અલગ જ ગણિત છે. દરેક બેઠક તેના જ્ઞાતિ સમીકરણ, મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યાથી એક વિશિષ્ટ ઓળખ ધરાવતી હોય છે. અમે લઇને આવ્યા છીએ દરેક બેઠકોની વિસ્તૃત સમીક્ષા જેનાથી આપને પ્રત્યેક બેઠકના જ્ઞાતિ સમીકરણથી માંડીને મતવિસ્તારની વિશેષતા, ચૂંટણીનો ઇતિહાસ, વિજેતા સાંસદો, વિધાનસભા વિસ્તાર, મતદારોની સંખ્યા સુધીની દરેક જાણકારી અહીંયા મળશે.

ચાલો જોઇએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક વિશે

 ૨૦૧૯ માં ભાજપે ટીકીટ આપી છે હાલનાં અમરાઈવાડીનાં ધારાસભ્ય હસમુખ પટેલને

તો કોંગ્રેસે હાર્દિક પટેલનાં કરીબી ગણાતા ગીતા પટેલને ટીકીટ ફાળવી

અમદાવાદ પૂર્વ સીટ માટે પાટીદાર વિરુધ્ધ પાટીદારનો જંગ

રાજ્યનું આર્થિક પાટનગર અને સૌથી મોટું નગર

ભાજપ માટે સલામત મનાતી બેઠક

ભાજપે ૨૦૧૪ માં અભિનેતા પરેશ રાવલને આપી હતી ટીકીટ

ઓછા જનસંપર્કને લીધે સ્થાનિકો તેમનાથી નારાજ

પરેશ રાવલ ૨૦૧૪ માં પ્રથમ વખત બન્યા હતા સાંસદ

અનેક ફિલ્મોમાં દમદાર ભૂમિકા ભજવી છે

૨૦૦૯ માં અમદાવાદનું અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ)માં થયું વિભાજન

એક સમયે અહી હતો હરિન પાઠકનો દબદબો

૨૦૧૪માં હરિન પાઠકને કાપી પરેશ રાવલને ટીકીટ આપી

મોદી લહેરમાં પરેશ રાવલની થઇ જંગી જીત

૨૦૧૪ માં પરેશ રાવલની સામે હતા કોંગ્રેસના હિંમતસિંહ પટેલ

પરેશ રાવલે મેળવી હતી ૩ લાખની લીડ

ગાંધીનગર-દક્ષીણ અને દહેગામમાં પાટીદારો અને ઠાકોરોનું વર્ચસ્વ

નરોડામાં સિંધી, પરપ્રાંતિયો મોટી સંખ્યામાં

વટવામાં મુસ્લિમો અને પરપ્રાંતિયો મોટી સંખ્યામાં

નિકોલ, ઠક્કરબાપાનગર અને બાપુનગરમાં પાટીદારો અને પરપ્રાંતિયોની સંખ્યા વધારે

અમદાવાદ લોકસભા સીટનાં વિજેતા સાંસદ

૧૯૫૧         કોંગ્રેસ                   ગણેશ માવલંકર

૧૯૫૬         કોંગ્રેસ                  સુશીલા ગણેશ માવલંકર

૧૯૫૭         અપક્ષ                  ઇન્દુલાલ યાજ્ઞિક

૧૯૬૨         મહાગુજરાત પક્ષ        ઇન્દુલાલ યાજ્ઞિક

૧૯૬૭         અપક્ષ                  ઇન્દુલાલ યાજ્ઞિક

૧૯૭૧         અપક્ષ                  ઇન્દુલાલ યાજ્ઞિક

૧૯૭૨         અપક્ષ                   પુરુષોત્તમ માવલંકર

૧૯૭૭         કોંગ્રેસ                  અહેસાન જાફરી

૧૯૮૦           કોંગ્રેસ                         મગનભાઈ બારોટ

૧૯૮૪         કોંગ્રેસ                  હરુભાઈ મહેતા

૧૯૮૯         ભાજપ                  હરિન પાઠક

૧૯૯૧         ભાજપ                  હરિન પાઠક

૧૯૯૬         ભાજપ                  હરિન પાઠક

૧૯૯૮         ભાજપ                  હરિન પાઠક

૧૯૯૯         ભાજપ                  હરિન પાઠક

૨૦૦૪         ભાજપ                  હરિન પાઠક

૨૦૦૯          ભાજપ                  હરિન પાઠક

૨૦૧૪           ભાજપ                પરેશ રાવલ

જ્ઞાતિ સમીકરણ

કુલ મતદારો – ૧૭,૦૬,૦૦૬

પટેલ       ૧૭ થી ૧૯ ટકા

વણિક         ૪ થી ૬ ટકા

ઓબીસી    ૧૬ થી ૧૮ ટકા

દલિત       ૧૭ થી ૧૯ ટકા

મુસ્લિમ       ૯ થી ૧૧ ટકા

બ્રાહ્મણ       ૮ થી ૧૦ ટકા

રાજપૂત      ૯ થી ૧૧ ટકા

અન્ય       ૨૧ થી ૨૩ ટકા

અમદાવાદ પૂર્વમાં આવતા વિધાનસભા વિસ્તાર

દહેગામ

ગાંધીનગર-દક્ષીણ

વટવા

નિકોલ

નરોડા

ઠક્કરબાપાનગર

બાપુનગર

૨૦૧૭ વિધાનસભા પરિણામ

દહેગામ                        બલરાજસિંહ ચૌહાણ    ભાજપ

ગાંધીનગર-દક્ષીણ             શંભુજી ઠાકોર         ભાજપ

વટવા                          પ્રદીપસિંહ જાડેજા    ભાજપ

નિકોલ                        જગદીશ પંચાલ       ભાજપ

નરોડા                        બલરામ થવાની       ભાજપ

ઠક્કરબાપાનગર              વલ્લભ કાકડિયા      ભાજપ

બાપુનગર                    હિંમતસિંહ પટેલ       કોંગ્રેસ

2012  વિધાનસભા પરિણામ

દહેગામ                        કામિનીબા રાઠોડ       કોંગ્રેસ

ગાંધીનગર-દક્ષીણ             શંભુજી ઠાકોર         ભાજપ

વટવા                          પ્રદીપસિંહ જાડેજા    ભાજપ

નિકોલ                        જગદીશ પંચાલ       ભાજપ

નરોડા                        નિર્મલા વાધવાની      ભાજપ

ઠક્કરબાપાનગર              વલ્લભ કાકડિયા      ભાજપ

બાપુનગર                    જગરૂપસિંહ રાજપૂત   ભાજપ

2017 વિધાનસભા પરિણામ

દહેગામ                        બલરાજસિંહ ચૌહાણ    ભાજપ

ગાંધીનગર-દક્ષીણ             શંભુજી ઠાકોર         ભાજપ

વટવા                          પ્રદીપસિંહ જાડેજા    ભાજપ

નિકોલ                         જગદીશ પંચાલ       ભાજપ

નરોડા                         બલરામ થવાની       ભાજપ

ઠક્કરબાપાનગર               વલ્લભ કાકડિયા      ભાજપ

બાપુનગર                     હિંમતસિંહ પટેલ       કોંગ્રેસ

સંસદમાં કામગીરી (પરેશ રાવલ ૨૦૧૪૨૦૧૯)

હાજરી : ૬૬ %

પ્રશ્નો પૂછ્યા : ૧૮૫

ચર્ચામાં ભાગ લીધો : ૮

સંસદની ગ્રાન્ટ ૨૫ કરોડ

ગ્રાન્ટનો ઉપયોગ : ૯૬ ટકા

હસમુખ પટેલ (ભાજપનાં ઉમેદવાર)

હાલમાં અમરાઈવાડી વિધાનસભાનાં ધારાસભ્ય છે

ધારાસભ્ય તરીકેની તેમની આ બીજી ટર્મ છે

આ અગાઉ ૨ ટર્મ માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેટર પણ રહી ચુક્યા છે.

સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયાનાં નામ વચ્ચે હસમુખ પટેલને ટીકીટ મળતા આશ્ચર્ય સર્જાયું હતું

સ્વચ્છ છબી ધરાવતો ચહેરો

ડીપ્લોમા ઇન ટેકસટાઇલનો અભ્યાસ

ગીતા પટેલ (કોંગ્રેસનાં ઉમેદવાર)

પાસનાં કન્વીનર ગીતા પાટેલ હાર્દિકનાં વિશ્વાસુ ગણાય છે

પટેલ વર્ષ 2015માં અમદાવાદના વસ્ત્રાલમાંથી કૉંગ્રેસ તરફથી કૉર્પોરેટરની ચૂંટણી લડ્યાં હતાં, જેમાં  હાર થઇ હતી

કૉંગ્રેસે ગુજરાતની 26 બેઠકોમાંથી એકમાત્ર આ બેઠક ઉપર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે.