Not Set/ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સમસ્યા છે કે સમાધાન? ચિદમ્બરમે આપ્યો આવો જવાબ

રાહુલ ગાંધીને ભાજપ એક નબળા નેતા માને છે. રાહુલે જ કોંગ્રેસની નૌકા ડુબાડી છે તેવું ભાજપની સાથે કોંગ્રેસના પણ કેટલાક લોકો માને છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી પાર્ટીનું સુકાન સોનિયા ગાંધીના હાથોમાં છે. દોઢ વર્ષ પછી પણ કોંગ્રેસને તેના પરમેનન્ટ અધ્યક્ષ નથી મળ્યા. કોંગ્રેસમાં એક […]

Politics
Chidambaram 2 770x433 770x433 1 રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સમસ્યા છે કે સમાધાન? ચિદમ્બરમે આપ્યો આવો જવાબ

રાહુલ ગાંધીને ભાજપ એક નબળા નેતા માને છે. રાહુલે જ કોંગ્રેસની નૌકા ડુબાડી છે તેવું ભાજપની સાથે કોંગ્રેસના પણ કેટલાક લોકો માને છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી પાર્ટીનું સુકાન સોનિયા ગાંધીના હાથોમાં છે. દોઢ વર્ષ પછી પણ કોંગ્રેસને તેના પરમેનન્ટ અધ્યક્ષ નથી મળ્યા. કોંગ્રેસમાં એક જૂથ છે જે પાર્ટીના સંકટ માટે ગાંધી પરિવાર ખાસ કરીને રાહુલ ગાંધીને દોષી માને છે જ્યારે બીજો પક્ષ તેમને ફરી અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યો છે.

ત્યારે કોંગ્રેસની વર્તમાન રાજકીય હાલત માટે અવારનવાર રાહુલ ગાંધી પાર્ટી માટે સમસ્યા છે કે સામાધાન? એવા સવાલો ઉઠાવવામાં આવે છે. એક ચેનલના પ્રોગ્રામમાં આ સવાલ પી.ચિદરમ્બરમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 99 ટકા કોંગ્રેસી કાર્યકરો રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે. તેઓ તેમને અધ્યક્ષ તરીકે જોવા માંગે છે.

ચિદમ્બરમે કહ્યું કે મને ખબર નથી કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી લડશે કે નહીં. રાહુલ ચૂંટણી લડી પણ શકે છે અને ન પણ લડી શકે. કોંગ્રેસ અધ્યક્ષ માટે અન્ય ઉમેદવાર પણ હોઇ શકે છે. પરંતુ પાર્ટી મે મહિના પછી જલદી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરશે.