અધિકારી/ ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારી છે કે ભાજપના કાર્યકર્તા છે ?

શહેરીજનોમાં મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારી છે કે રાજકીય પાર્ટી ભા.જ.પ.ના કાર્યકર હોવાની ચર્ચાઓ સૌ-કોઈ કરતા નજરે પડતા હતા.!!

Gujarat
godhara ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારી છે કે ભાજપના કાર્યકર્તા છે ?

ગોધરા નગર પાલિકાનું સરકારી વાહન અને કર્મચારીઓને ભા.જ.પ.ના ઝંડા લહેરાવવા માટે કામે લાગડયા.!!ગોધરાના શહેરીજનો બિસ્માર રસ્તાઓ, અંધકાર, સાફસફાઈના અભાવમાં રોગચાળો વકરવાનો ભય અનુભવતી ફરીયાદો અને રજૂઆતો સામે હંમેશા બેફિકર દેખાતા જોવા મળે છે.

ગોધરા નગર પાલિકાના મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારીમાંથી ભા.જ.પ. પાર્ટીના કાર્યકર બની ગયા હોય એમ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજયકક્ષાના મંત્રી બનેલા શ્રીમતી નિમિષાબેન સુથારની જન આર્શીવાદ યાત્રાના જાહેર રોડ શો જેવા આગમન પૂર્વે શહેરના જાહેર માર્ગોને ભા.જ.પ.ના બેનરોથી શણગારવા માટે પાલિકા કચેરીના સરકારી વાહન જી.જે.૧૭. જી.૫૨૪૬ સાથે કર્મચારીઓને વિજ પોલ ઉપર ભા.જ.પ.ના ઝંડા લહેરાવવા માટે કામે લગાડતા આ દ્રશ્યો જોઈને શહેરીજનોમાં પણ ભારે ગણગણાટ પ્રસરી જવા પામ્યો છે.

ગોધરા શહેરમાં ગુજરાત સરકારના રાજય મંત્રી નિમિષાબેન સુથારની જન આર્શીવાદ યાત્રાના આગમન પૂર્વે શહેરના જે જાહેર માર્ગ ઉપરથી મંત્રી નિમિષાબેન સુથારનો કાફલો પસાર થાય આ જાહેર માર્ગ સ્વચ્છ અને સુંદર દેખાય અને બિસ્માર ખાડાઓનો કડવો અનુભવ સરકારના મંત્રી નિમિષાબેન સુથારને ના થાય આ માટે નગર પાલિકાના સફાઈ કર્મચારીઓને પણ યુધ્ધના ધોરણે કામે લગાડવામાં આવતા પ્રજાજનો પણ દંગ બની ગયા હતા. સાથોસાથ મુખ્ય અધિકાર સંજય પટેલ એ નગર પાલિકા કચેરીના સરકારી વાહનને લઈને રવાના કરેલા કર્મચારીઓ શહેરના હાર્દસમા ચર્ચ સર્કલથી લઈને લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ સુધી આવેલા તમામ વિજપોલો ઉપર ભા.જ.પ.પાર્ટીના ઝંડાઓ બાંધવાના સુપ્રત કરેલા આ આદેશના દ્રશ્યો જોઈને શહેરીજનોમાં મુખ્ય અધિકારી સંજય પટેલ અધિકારી છે કે રાજકીય પાર્ટી ભા.જ.પ.ના કાર્યકર હોવાની ચર્ચાઓ સૌ-કોઈ કરતા નજરે પડતા હતા.!!