Health News: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) એક સર્વે કર્યો છે, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુરોપિયન દેશોમાં કિશોરોમાં કોન્ડોમ (Condom) અને ગર્ભનિરોધક ગોળીઓનો (Contraceptive Pills) ઉપયોગ ઘટી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. રિપોર્ટ અનુસાર, લગભગ એક તૃતીયાંશ છોકરા-છોકરીઓએ કબૂલ્યું હતું કે છેલ્લી વખત તેમણે સેક્સ કર્યું હતું ત્યારે તેમણે ન તો કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો કે ન તો ખાલી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કર્યો હતો. 2018થી આ ટ્રેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત સેક્સને કારણે જાતીય રોગોનું જોખમ, વસ્તીમાં વધારો અને એઇડ્સનું જોખમ વધ્યું છે.
2014 અને 2022 વચ્ચેના આંકડાએ ચોંકાવી દીધા
વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુરોપ અને મધ્ય એશિયાના 42 દેશોમાં એક સર્વે કર્યો હતો. સર્વેમાં આ દેશોના 15 વર્ષની વયના 242000 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોમાં જાણવા મળ્યું કે છેલ્લી વખત સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરનારા છોકરાઓની સંખ્યા 2014માં 70 ટકાથી ઘટીને 2022માં 61 ટકા થઈ ગઈ છે. તે જ સમયે, જે છોકરીઓએ કહ્યું હતું કે તેઓએ છેલ્લી વખત સેક્સ (Sex) કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો અને સેક્સ પછી ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કર્યો હતો, તે 63 ટકાથી ઘટીને 57 ટકા થઈ ગઈ છે. લગભગ એક તૃતીયાંશ કિશોરો સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.
સેક્સ એજ્યુકેશનના અભાવે સમસ્યા વધી
સર્વે અનુસાર, 2014 અને 2022 વચ્ચે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ પણ પ્રમાણમાં સ્થિર રહ્યો હતો. 15 વર્ષની વયના 26 ટકા કિશોરોએ છેલ્લી વખત સેક્સ કર્યા પછી આ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. નીચલા વર્ગના પરિવારોના 33 ટકા કિશોરોએ કોન્ડોમ અથવા ગોળીઓનો ઉપયોગ કર્યો ન હતો, જ્યારે આ આંકડો ઉચ્ચ વર્ગના પરિવારોના કિશોરોમાં 25 ટકા હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના યુરોપ ડાયરેક્ટર હંસ ક્લુગે કહે છે કે યુરોપના ઘણા દેશોમાં હજુ પણ સેક્સ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું નથી. જો યુવાનોને યોગ્ય સમયે અસુરક્ષિત સેક્સથી થતા નુકસાન વિશે માહિતગાર ન કરવામાં આવે તો જાતીય રોગો અને વસ્તી વધવાનો ભય છે.
આ પણ વાંચો:વૈશ્વિક મહામારીને પહોંચી વળવા WHO આંતરરાષ્ટ્રીય નિયમોમાં સુધારા કરશે
આ પણ વાંચો:WHOની ચેતવણી, MPOX વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી