રોગચાળો/ શું ગુજરાતમાં વધુ એક રોગચાળાનો ભય! હવે વાળ ખરવાના વિચીત્ર રોગથી થયા 56 પશુનાં મોત

કોરોનાનાં હાહાકારનો અંત આવ્યો નથી અને તુરંતમાં જ આવે તેવા એંધાણ પણ દેખાતા નથી, ત્યાર ગુજરાતમાં બર્ડ ફ્લુએ પણ એન્ટ્રી મારી દીધી છે. પંખીમાંથી માણસમાં પણ ફેલાતો આ લાઇલાજ રોગ

Top Stories Gujarat Others
bakara શું ગુજરાતમાં વધુ એક રોગચાળાનો ભય! હવે વાળ ખરવાના વિચીત્ર રોગથી થયા 56 પશુનાં મોત

@સુલેમાન  ખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

કોરોનાનાં હાહાકારનો અંત આવ્યો નથી અને તુરંતમાં જ આવે તેવા એંધાણ પણ દેખાતા નથી, ત્યાર ગુજરાતમાં બર્ડ ફ્લુએ પણ એન્ટ્રી મારી દીધી છે. પંખીમાંથી માણસમાં પણ ફેલાતો આ લાઇલાજ રોગ અત્યંત ચેપી અને જાન લેવા હોવાની વિગતો વિદિત છે, ત્યાં વળી નવી મુસાબત ગુજરાતનાં આંગણે દસ્તક દઇ રહી હોય તેવી વિગતો સામે આવી રહી છે. માણસ  – પંખી બાદ હવે પશુમાં વિચીત્ર રોગે દેખા દીધા છે અને વાળ ખરવાનાં લક્ષણોથી ઉજાગર થતા આ વિચીત્ર રોગનાં કારણે પશુઓ મરી રહ્યા છે.

રોગ વિશે પ્રાપ્ત પ્રાથમીક જાણકારી પ્રમાણે ગુજરાતનાં સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે બકરાઓમાં વાળ ખરવાનાનો નવો રોગ આવી ચડ્યો છે અને આ રોગનાં કારણે બકરાના મોત થઇ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામમાં બકરાઓમાં વાળ ખરવાના રોગથી અંદાજીત 56 જેટલા બકરાઓના મોત થયાનું સામે આવી રહ્યું છે.

WhatsApp Image 2021 01 08 at 9.11.34 PM શું ગુજરાતમાં વધુ એક રોગચાળાનો ભય! હવે વાળ ખરવાના વિચીત્ર રોગથી થયા 56 પશુનાં મોત

વિગતવાર વાત કરવામાં આવે તો, રાજ્યનાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામમાં બકરાઓમાં વાળ ખરવાનો રોગ પેસી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. રોગ આવવાથી અંદાજીત 56 જેટલા બકરાઓના મોત થયા . ઈન્દ્રાલ ગામના રમેશભાઈ લવઘણ ભાઈ તડવી બકરીઓ ઉછેર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વાળ ખરવાના  રોગથી તેમના 29 જેટલી બકરીઓ અને 18 જેટલા બકરીઓનાં બચ્ચાઓના પણ એક પછી એક મોત થયા હતા. 23 જેટલી બકરીઓ હતી, તેમાંથી માત્ર 3 બકરીઓ બચી છે. તે બકરીઓ પણ આ વાળ ખરવાના રોગથી પીડાય રહી છે.

WhatsApp Image 2021 01 08 at 9.11.33 PM શું ગુજરાતમાં વધુ એક રોગચાળાનો ભય! હવે વાળ ખરવાના વિચીત્ર રોગથી થયા 56 પશુનાં મોત

ગરીબ આદિવાસી પરિવાર જ્યારે બકરાઓનો ઉછેર કરીને જીવન ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે તેમના પર આભ ફાટયું છે.જ્યારે ઈન્દ્રાલ ગામના બીજા કમલેશ તડવી ના પણ 10 જેટલી બકરીઓ અને 8 જેટલા બકરીઓના બચ્ચા વાળ ખરવાના રોગથી મોત નિપજ્યા છે.

રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર બર્ડફલુ ના રોગચાળો જોવા મળી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જીલ્લા ના કેટલાક વિસ્તારો મા બકરાઓમાં વાળ ખરવાના રોગથી આવવાથી બકરાઓના થયા મોત થવાના બનાવ થી બકરા ઉછેરી જીવન ગુજારતા લોકોની હાલત કફોડી બની છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…