Trailer/ ઇસાબેલ કૈફ અને સૂરજ પંચોલી ફિલ્મ ‘ટાઇમ ટૂ ડાન્સ’ નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં

કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફની પહેલી ફિલ્મ ‘ટાઇમ ટૂ ડાન્સ’ નું ટ્રેલર રિલીઝ થયું. આ ફિલ્મ એક ડાન્સ ફિલ્મ છે અને અભિનેતા સૂરજ પંચોલીને આ ફિલ્મમાં ઇસાબેલ સાથે જોવા મળશે.

Entertainment
a 360 ઇસાબેલ કૈફ અને સૂરજ પંચોલી ફિલ્મ 'ટાઇમ ટૂ ડાન્સ' નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં

કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફની પહેલી ફિલ્મ ‘ટાઇમ ટૂ ડાન્સ’ નું ટ્રેલર રિલીઝ થયું. આ ફિલ્મ એક ડાન્સ ફિલ્મ છે અને અભિનેતા સૂરજ પંચોલીને આ ફિલ્મમાં ઇસાબેલ સાથે જોવા મળશે. તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ કર્યું છે.

આ ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો સૂરજ પંચોલીનું પાત્ર ડાન્સ કોમ્પીટીશનની એક સ્પર્ધામાં ભાગ લેવા વિદેશ જાય છે, જ્યાં તેની મુલાકાત ઇસાબેલ કૈફ સાથે થાય છે. આ પછી અસલી કોમ્પીટીશન શરૂ થાય છે.

આ પણ વાંચો : બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

આ ફિલ્મમાં ઇસાબેલ બોલરૂમ ડાન્સર તરીકે જોવા મળશે. બીજી તરફ સૂરજ પંચોલી એક સ્ટ્રીટ ડાન્સર તરીકે જોવા મળશે. સૂરજ પંચોલી વિશે વાત કરીએ તો તે છેલ્લે સેટેલાઇટ શંકરમાં જોવા મળ્યો હતો.

આ ફિલ્મનું દિગ્દર્શન સ્ટેનલી મેનિનો ડી’કોસ્ટા કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન કોરિયોગ્રાફર રેમો ડીસુઝાની પત્ની લિઝેલ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2018 માં જ પૂર્ણ થયું હતું. કોઈ કારણોસર આ ફિલ્મની રિલીઝ અટકી હતી પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ ફિલ્મ 12 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : સંજય લીલા ભણશાલીના જન્મદિવસ પર ચાહકોને મળી મોટી ભેટ, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટીઝર રિલીઝ

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

આ ફિલ્મ સિવાય ઇસાબેલ પાસે વધુ બે ફિલ્મો છે. તે ટૂંક સમયમાં પુલકિત સમ્રાટ સાથે સુસ્વાગતમમાં જોવા મળશે. ઇસાબેલનો એક બીજો પ્રોજેક્ટ પણ છે જેમાં તે સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા સાથે પણ જોવા મળશે.