Entertainment/ હવે અક્ષય કુમારનો ડીપફેક વીડિયો વાયરલ, અભિનેતા લઈ શકે છે કાયદેસરની કાર્યવાહી

અક્ષય કુમાર AI ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક ગેમિંગ એપની જાહેરાત કરતા જોવા મળે છે

Entertainment Top Stories
10 હવે અક્ષય કુમારનો ડીપફેક વીડિયો વાયરલ, અભિનેતા લઈ શકે છે કાયદેસરની કાર્યવાહી

અક્ષય કુમાર AI ડીપફેક વીડિયોનો શિકાર બન્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક ગેમિંગ એપની જાહેરાત કરતા જોવા મળે છે. વાસ્તવમાં તેઓ આવી કોઈ એપનો પ્રચાર કરતા નથી. હાલમાં જ ઘણા સ્ટાર્સના ફેક વીડિયો સામે આવ્યા છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવા વીડિયો બનાવવામાં આવે છે જેમાં તે કલાકારોના ચહેરા હોય છે જ્યારે શરીર કોઈ અન્યનું હોય છે.

ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદન્નાનો વીડિયો સૌથી પહેલા સામે આવ્યો હતો. બાદમાં કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય અને સારા તેંડુલકર સહિત ઘણા સેલિબ્રીટી લોકોના વીડિયો પણ આવ્યા હતા.

AIની મદદથી બનાવેલા વીડિયોમાં અક્ષય ગેમિંગ એપ ડાઉનલોડ કરવાનું કહે છે. રિપોર્ટ અનુસાર, એક્ટર ડીપફેક વીડિયોની આ ખોટી જાહેરાત સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ વીડિયો અંગે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અક્ષયની નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, ‘અભિનેતા પોતાની ઓળખના દુરુપયોગથી નારાજ છે અને તેણે તેની ટીમને આ મામલે કાયદાકીય પગલાં લેવા માટે સૂચના આપી છે.’

અક્ષયની અગાઉની ફિલ્મ ‘મિશન રાણીગંજ’ હતી જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હાલમાં તે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અક્ષય જોર્ડનમાં છે. ત્યાંથી તેમની ઘણી તસવીરો સામે આવી છે. ફિલ્મમાં અક્ષય સાથે ટાઈગર શ્રોફ છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, લંડન, અબુ ધાબી, સ્કોટલેન્ડ અને જોર્ડનમાં કરવામાં આવ્યું છે. તેને સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના ટીઝર પહેલા જ ઘણી ચર્ચા જાગી છે. ‘બડે મિયાં છોટે મિયાં’નું નિર્દેશન અલી અબ્બાસ ફખરે કર્યું છે. તે આ વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મના અન્ય કલાકારોમાં સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર અને અલયા એફનો સમાવેશ થાય છે.

આ સિવાય અક્ષય પાસે ફિલ્મોની લાંબી લાઈન છે. તે ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘સિંઘમ અગેન’ અને ‘હેરા ફેરી 3’માં જોવા મળશે.