Not Set/ ઈશરત જહાં કેસમાં કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી, વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે

અમદાવાદ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડી.જી.વણઝારા તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી છે. અગાઉ આ જ કોર્ટ પૂર્વ ડીજીપી પી પી પાંડેયને ડીસચાર્જ કરી ચુકી છે. મહત્વનું છે કે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે આ મામલામાં ત્રણેય અધિકારીઓની ભૂમિકા અલગ અલગ છે જેથી જે કારણે પી.પી.પાડેયને ડિસ્ચાર્જ કરવામાં […]

Top Stories Trending
dsa 17 ઈશરત જહાં કેસમાં કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી, વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે

અમદાવાદ

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડી.જી.વણઝારા તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી છે. અગાઉ આ જ કોર્ટ પૂર્વ ડીજીપી પી પી પાંડેયને ડીસચાર્જ કરી ચુકી છે.

મહત્વનું છે કે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે આ મામલામાં ત્રણેય અધિકારીઓની ભૂમિકા અલગ અલગ છે જેથી જે કારણે પી.પી.પાડેયને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તે કારણના આધારે આ બંન્નેને ડિસ્ચાર્જ કરી શકાય નહિં.

આ મામલાની સુનાવણી માટે ડી.જી.વણઝારા તેમજ એન.કે.અમીન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ સાથે કોર્ટેએ સીબીઆઈને પી.પી.પાંડેય મુદ્દે સેન્શન માગવામાં આવ્યું હતુ ત્યારે એન.કે.અમીન અને ડી.જી.વણઝારા મામલે કેમ સેન્શન માંગવામાં નથી આવ્યું.

જૂન 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્ક્સ નજીક મુંબઈની 19 વર્ષની ઈશરત જહાં અને તેના ત્રણ સાથીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસને એવી માહિતી મળી હતી કે લશ્કર-એ-તોઇબાના ચાર આતંકીઓ તત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવી રહ્યા છે. જોકે, બાદમાં સીબીઆઈએ પોતાની તપાસમાં આ એન્કાઉન્ટર નકલી હોવાનું જણાવ્યું હતું.

કોર્ટે એક મહિનામાં આ મુદ્દે સ્પષ્ટતા આપવા સીબીઆઈને કહ્યું છે. તો કોર્ટે આ મામલે વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે.