કોરોના અપડેટ/ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 158 કેસ,એક દર્દીનું મોત

ગુજરાતની જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસ 39, વડોદરામાં 22, સુરતમાં 27 ગાંધીનગરમાં 17 ,ભાવનગરમાં 2 અને જામનગરમાં 1  નોંધાયો છે.

Top Stories Gujarat
16 7 ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં 158 કેસ,એક દર્દીનું મોત
  • રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો
  • છેલ્લા 24 કલાકમાં 158 નવા કેસ નોંધાયા
  • રાજ્યમાં આજે કોરોનાથી 1 દર્દીનું મોત
  • રાજ્યમાં હાલ કોરોનાના 1,868 એક્ટિવ કેસ
  • અમદાવાદમાં 39, વડોદરામાં 22 કેસ
  • સુરતમાં 27, ગાંધીનગરમાં 17 કેસ
  • ભાવનગરમાં 02, જામનગરમાં 01 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 158 નવા કેસ સામે આવ્યા છે,જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજ્યમાં કોરોનાના એકટિવ કેસની સંખ્યા 1,868 છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસ 39, વડોદરામાં 22, સુરતમાં 27 ગાંધીનગરમાં 17 ,ભાવનગરમાં 2 અને જામનગરમાં 1  નોંધાયો છે. હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં જોવા મળી રહી છે, સરકારે આ અંગે અગમચેતી પગલા ભરીને રસીકરણના કાર્યક્રમ પર ફોકસ કરીને જનતા સુધી મફત વેકસિન પુરી પાડી છે.