Not Set/ ISIS ના આતંકીનું FB એકાઉન્ટ્સનું મળી આવ્યું, Rebel Rebel ના નામે એક્ટિવેટ હતું, નોટબંધી પર પણ પોસ્ટ

રાજકોટ: રાજકોટમાંથી પકડાયેલા બે isis આતંકવાદીઓમાં વસીમ રામોડીયાનું રીબેલ રીબલે નામનું ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું છે આ એકાઉન્ટમાં અલગ અલગ ફોટો પોસ્ટ અને શેર કર્યા છે તો લખાણવાળા ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રોફાઇલ ફોટોમાં બંદુક સાથે ઉભો એક વ્યક્તિ છે. તેમજ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટબંધીને […]

Uncategorized
12 1488195561 ISIS ના આતંકીનું FB એકાઉન્ટ્સનું મળી આવ્યું, Rebel Rebel ના નામે એક્ટિવેટ હતું, નોટબંધી પર પણ પોસ્ટ

રાજકોટ: રાજકોટમાંથી પકડાયેલા બે isis આતંકવાદીઓમાં વસીમ રામોડીયાનું રીબેલ રીબલે નામનું ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું છે આ એકાઉન્ટમાં અલગ અલગ ફોટો પોસ્ટ અને શેર કર્યા છે તો લખાણવાળા ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. પ્રોફાઇલ ફોટોમાં બંદુક સાથે ઉભો એક વ્યક્તિ છે. તેમજ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટબંધીને લઇને પણ એક પોસ્ટ કરવામાં આવી હતી.

વસીમ રીબેલ રીબેલ નામના ફેસબુક એકાઉન્ટમાં એક્ટિવ હતો. વસીમે કવર ફોટોમાં લખાણ લખ્યું છે કે,પ્રલય થાય અને મને જે પણ કઈ થાય, પણ તને હું પ્રેમ કરૂ છું. તેમજ મોદીના નોટબંધી વિરૂધ્ધનો એક ફોટો પોસ્ટ કર્યો છે. આ એકાઉન્ટમાં ઇસ્લામ ધર્મની ઘણી બધી પોસ્ટ જોવા મળે છે. જન્મ તારીખ 26 સપ્ટેમ્બર 1985 દર્શાવે છે. તેમજ હાલ ભાવનગરમાં રહે છે તેવું પણ પ્રોફાઇલમાં લખ્યું છે.