મલેશિયાની સુપ્રીમ કોર્ટેના એક નિર્ણયથી ઈસ્લામિક કટ્ટરપંથીઓ નારાજ થયા છે. મલેશિયાની કોર્ટે શરિયાને લઈને કાનૂન બનાવતા કટ્ટરપંથીઓ વધુ ક્રોધે ભરાયા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ કેલંતન રાજ્યમાં શરિયા આધારિત ફોજદારી કાયદાઓને ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંઘીય સરકારનો અધિકાર છે અને આ પ્રકારના કાનૂન તેના પર અતિક્રમણ છે. ઇસ્લામવાદીઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયની નિંદા કરતા કહ્યું છે કે તેનાથી ધાર્મિક અદાલતો નબળી પડી શકે છે. કેલંતન રાજ્ય સરકાર વિપક્ષ દ્વારા ચલાવવામાં આવે છે.
નવ ન્યાયાધીશોની ફેડરલ કોર્ટે, 8-1 બહુમતીથી, કેલંતન રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા 16 કાયદાઓને અમાન્ય ઠેરવ્યા હતા, જેમાં દુષ્કર્મ, જાતીય સતામણી, વ્યભિચાર અને ‘ક્રોસ ડ્રેસિંગ’થી માંડીને ખોટી જુબાની સુધીના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. અદાલતે કહ્યું કે આ વિષયોમલેશિયાના સંઘીય કાયદા હેઠળ આવતા હોવાથી તેના પર ઇસ્લામિક કાનૂન બનાવી શકાય નહી.
મલેશિયામાં શરિયા અને નાગરિક કાયદા દ્વારા સંચાલિત મુસ્લિમો માટે વ્યક્તિગત અને કૌટુંબિક બાબતો સાથે બે-સ્તરની કાનૂની વ્યવસ્થા છે. વંશીય મલય, જે તમામને મલેશિયાના કાયદા હેઠળ મુસ્લિમ ગણવામાં આવે છે, તે 33 મિલિયન લોકોમાંથી બે તૃતીયાંશ છે. આ વસ્તીમાં મોટા પ્રમાણમાં ચીની અને ભારતીય લઘુમતીઓનો પણ સમાવેશ થાય છે. કેલંતન એક ગ્રામીણ ઉત્તરપૂર્વીય રાજ્ય છે, જ્યાં 97 ટકા મુસ્લિમો રહે છે. શુક્રવારે ચુકાદો 2022 માં કેલંતનની બે મુસ્લિમ મહિલાઓ વતી દાખલ કરવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત પાન-મલેશિયન ઇસ્લામિક પાર્ટી, અથવા PAS, 1990 થી રાજ્ય પર શાસન કરે છે.
રાજ્યના કાયદાઓને પડકારનાર વકીલ નિક એલીન નિક અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે કોર્ટનો નિર્ણય મલેશિયાના બંધારણને દેશના સર્વોચ્ચ કાયદા તરીકે સમર્થન આપે છે. પાન મલેશિયન ઇસ્લામિક પાર્ટીના સેંકડો સમર્થકો ફેડરલ કોર્ટની બહાર શરિયાના રક્ષણની માંગ સાથે એકઠા થયા હતા. PAS સેક્રેટરી-જનરલ તકીઉદ્દીન હસને કહ્યું, ‘આજે અમે ખૂબ જ દુઃખી છીએ, ઇસ્લામિક શરિયા કાયદા માટે આ બ્લેક ફ્રાઇડે છે. હવે શરિયા કાયદાઓ અન્ય રાજ્યોમાં પણ સમાન જોખમનો સામનો કરી શકે છે.
શરિયા ઇસ્લામની કાનૂની વ્યવસ્થા છે. તે ઇસ્લામના પવિત્ર પુસ્તક, કુરાન, સુન્નાહ અને હદીસમાંથી લેવામાં આવ્યું છે. શરિયાનો શાબ્દિક અર્થ ‘પાણીનો સ્પષ્ટ અને વ્યવસ્થિત માર્ગ’ છે. બધા મુસ્લિમોને શરિયા કાયદા દ્વારા જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. મુસ્લિમોએ આ શરિયા કાનૂન મુજબ નમાઝ, ઉપવાસ અને ગરીબોને દાન જેવા મુદ્દા કે જેનો ઇસ્લામમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું પાલન કરવાનું હોય છે.
આ પણ વાંચો: Statute OF Unity/સ્ટેચ્યુ ઓફ યુનિટિ : મુલાકાતીઓની સુવિધામાં વધારો, મળશે નવું એરપોર્ટ, 520 એકરમાં બનશે
આ પણ વાંચો: અમદાવાદ/10 મહિનામાં ટિકિટ ચેકિંગ ઝુંબેશથી થઈ આટલા કરોડની આવક..
