Not Set/ ઇઝરાઇલ – પેલેસ્ટાઇન યુદ્ધમાં નવો વળાંક, લેબનોનએ ઇઝરાઇલ ઉપર કર્યો હુમલો

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ખતમ થવાની જગ્યાએ તેજ થઈ રહી છે. આ જંગમાં જે રીતે લેબનોનની એન્ટ્રી થઈ છે તેનાથી વિશ્વ યુદ્ધની આશંકા પ્રબળ બની છે. લેબનોન તરફથી ઈઝરાયેલ પર બુધવારે ચાર રોકેટ છોડવામાં આવ્યા. જેના જવાબમાં ઈઝરાયેલે પણ હવાઈ હુમલા કર્યા. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે લેબનોન તરફથી ચાર રોકેટ ઉત્તર ઈઝરાયેલમાં છોડવામાં આવ્યા. […]

World
israel attack ઇઝરાઇલ - પેલેસ્ટાઇન યુદ્ધમાં નવો વળાંક, લેબનોનએ ઇઝરાઇલ ઉપર કર્યો હુમલો

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ખતમ થવાની જગ્યાએ તેજ થઈ રહી છે. આ જંગમાં જે રીતે લેબનોનની એન્ટ્રી થઈ છે તેનાથી વિશ્વ યુદ્ધની આશંકા પ્રબળ બની છે. લેબનોન તરફથી ઈઝરાયેલ પર બુધવારે ચાર રોકેટ છોડવામાં આવ્યા. જેના જવાબમાં ઈઝરાયેલે પણ હવાઈ હુમલા કર્યા. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે લેબનોન તરફથી ચાર રોકેટ ઉત્તર ઈઝરાયેલમાં છોડવામાં આવ્યા. એક રોકેટ ખુલ્લામાં જઈને પડ્યું, બે સમુદ્રમાં પડ્યા અને એકને હવામાં તોડી પડાયું. ઈઝરાયેલ પર થયેલા રોકેટ હુમલાને લેબનોનમાં સક્રિય આતંકીઓ દ્વારા અંજામ આપવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે.

સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે રોકેટ દક્ષિણના કાલયાલેહ ગામથી છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા ચાર રોકેટ લેબનોનના વિસ્તારમાં પડ્યા છે. લેબનોનથી થયેલા હુમલાએ જ્યાં એક બાજુ ઈઝરાયેલની મુશ્કેલી વધારી દીધી છે ત્યાં હવે એ વાતની આશંકા પણ તેજ થઈ છે કે આ બંને દેશો વચ્ચેની જંગ વ્યાપક રૂપ ધારણ કરી શકે છે. લેબનોનનું આતંકી સંગઠન હિજબુલ્લાહ ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલા અને અમેરિકાના ઈઝરાયેલ સમર્થનક વલણથી ખુબ નારાજ છે. કહેવાય છે

તેણે રોકેટ હુમલાને અંજામ આપ્યો હશે અને તે આગળ પણ આવી કાર્યવાહી કરી શકે છે. આવામાં જાે લેબનોન સરકાર હિજબુલ્લાહ પર લગામ નહીં કસે તો ઈઝરાયેલ મોટું પગલું ભરવા માટે મજબૂર થશે અને શક્ય છે કે અમેરિકા તેને સાથે પણ આપે. આવી સ્થિતિમાં તુર્કી સહિત તમામ મુસ્લિમ દેશ એકસૂરમાં ઈઝરાયેલ વિરુદ્ધ મોરચો ખોલી શકે છે. તુર્કી રશિયાને પણ સતત પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે.

આ બધા વચ્ચે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. સેનાએ જણાવ્યું કે હમાસ શાસિત પ્રદેશથી સતત રોકેટ હુમલાને ધ્યાનમા રાખતા તેમણએ દક્ષિણમાં ઉગ્રવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. હુમલામાં ૪૦ સભ્યોવાળા અલ અસ્તલ પરિવારનું ઘર તબાહ થઈ ગયું છે. જ્યારે હમાસના અલ અક્સા રેડિયોએ જણાવ્યું કે ગાઝા પટ્ટી પર થયેલા હવાઈ હુમલામાં તેમના એક પત્રકારનું મોત થયું છે. ૧૦મેથી આ જંગ ચાલુ થઈ છે. પેલેસ્ટાઈનના હેલ્થ અધિકારીઓના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં ૨૨૮ લોકોના મોત થયા છે. જ્યારે ઈઝરાયેલના જણાવ્યાં મુજબ તેમના ૧૨ નાગરિકના મોત થયા છે.