Israel-Hezbollah War: લેબનાને માહિતી આપી છે કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં તેના ઓછામાં ઓછા 100 નાગરિકોના મોત થયા છે. આ પહેલા ન્યૂઝ એજન્સી એપીએ કહ્યું હતું કે હિઝબુલ્લાહ પર દબાણ વધારીને ઈઝરાયેલી સેનાએ લેબનાનમાં 300 ટાર્ગેટ પર હુમલો કર્યો છે.
લેબનાનમાં ઈઝરાયેલનો સૌથી ઘાતક હુમલો
ઈઝરાયેલની સૈન્યએ એક પોસ્ટમાં ફોટો જાહેર કર્યો હિઝબુલ્લાહ સામેના વર્ષો સુધી ચાલેલા યુદ્ધમાં તે સૌથી ઘાતક હવાઈ હુમલાઓમાંનો એક છે. હલેવી અને અન્ય ઈઝરાયેલી નેતાઓએ આગામી દિવસોમાં હિઝબુલ્લાહ સામે વધુ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
દક્ષિણ લેબનાનના લોકોને તેમના ઘર ખાલી કરવાની ચેતવણી
ઈઝરાયેલે સોમવારે દક્ષિણ લેબનાનના લોકોને તેમના ઘર ખાલી કરવા અપીલ કરી હતી. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાએ ત્યાં શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો અને વિનાશક હુમલાની ચેતવણી આપી હતી. લેબનાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 100 લોકો માર્યા ગયા હતા. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દક્ષિણ લેબનાનમાં થયેલા હુમલામાં 400થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો:હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર કોણ છે ઈબ્રાહિમ અકીલ, ઇઝરાયલના હુમલામાં માર્યા ગયાની આશંકા
આ પણ વાંચો:નેતન્યાહુ બંકરમાં છુપાયા, ઈઝરાયેલમાં 48 કલાકની ઈમરજન્સી જાહેર, હિઝબુલ્લાહ હુમલાથી ગભરાટ