Not Set/ ભારતમાં આતંકી હુમલાની બીકે ઇઝરાયલે નગરીકોને ભારત ના જવાની સલાહ આપી

નવી દિલ્હીઃ ઇઝરાયલે ભારતમાં આતંકી હુમલાના ભયને લઇ પ્રવાસ સંબંધી ચેતવણી બહાર પાડી છે. ઇઝરાયલે પોતાના નાગરિકોને ભારત પ્રવાસ વિશેષ તકેદારી રાખવા જણાવ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર, ઇઝરાયલનાં આતંક વિરોધી ડિરોક્ટોરેટના અનુસાર ભારતના દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં ખાસ કરીને વિદેશી નાગરિકોને આતંકવાદીઓ પોતાનો ટાર્ગેટ બનાવી શકે છે. ઇઝરાયલના ગુપ્ત વિભાગ ધ્વારા જાહેર કરેલી આ ચેતવણી માં જણાવ્યુ […]

India

નવી દિલ્હીઃ ઇઝરાયલે ભારતમાં આતંકી હુમલાના ભયને લઇ પ્રવાસ સંબંધી ચેતવણી બહાર પાડી છે. ઇઝરાયલે પોતાના નાગરિકોને ભારત પ્રવાસ વિશેષ તકેદારી રાખવા જણાવ્યુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઇઝરાયલનાં આતંક વિરોધી ડિરોક્ટોરેટના અનુસાર ભારતના દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં ખાસ કરીને વિદેશી નાગરિકોને આતંકવાદીઓ પોતાનો ટાર્ગેટ બનાવી શકે છે.

ઇઝરાયલના ગુપ્ત વિભાગ ધ્વારા જાહેર કરેલી આ ચેતવણી માં જણાવ્યુ કે નજીકનાં દિવસોમાં દરિયા કાંઠે યોજાનારા કાર્યક્રમો અને ક્લબોમાં નવા વર્ષની ઉજવણીને પગલે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારે હોઈ આતંકવાદીઓ હુમલો કરી શકે છે.