ધમકી/ ઈઝરાયેલના વડાપ્રધાનને જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકીઓ

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને મારી નાખવાની ધમકીઓ મળવાનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ વડા પ્રધાનને માત્ર પત્ર મોકલીને ધમકી આપી ન હતી, પરંતુ જીવંત ગોળી પણ મોકલી હતી

Top Stories World
4 2 3 ઈઝરાયેલના વડાપ્રધાનને જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકીઓ

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટને મારી નાખવાની ધમકીઓ મળવાનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ વડા પ્રધાનને માત્ર પત્ર મોકલીને ધમકી આપી ન હતી, પરંતુ જીવંત ગોળી પણ મોકલી હતી. આ મામલો સામે આવ્યા બાદ ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે

ઇઝરાયેલ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેઓએ વડા પ્રધાનને મારી નાખવાની ધમકીઓ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે નફતાલી બેનેટ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પત્ર જીવંત કારતૂસ સાથે મોકલવામાં આવ્યો હતો. સ્પેશિયલ ક્રાઈમ ડિપાર્ટમેન્ટ અને આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટે આ કેસમાં તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં આ બાબતનો ખુલાસો થશે અને આરોપીઓને પકડી લેવામાં આવશે. જયારે આ ઘટના પછી, વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે આ પત્ર પછી હવે બેનેટ અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આ સંદર્ભે વડા પ્રધાન નફતાલી બેનેટે પણ  પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, રાજકીય સંઘર્ષ ભલે ગમે તેટલો ઊંડો હોય, કોઈએ હિંસા, બનાવટી અને મોતની ધમકીઓ સુધી પહોંચવુ જોઇએ નહીં. કારણ કે  હું એક વડા પ્રધાન અને રાજકારણી છું, પરંતુ સાથે સાથે  પતિ અને પિતા પણ છું. પતિ અને પિતા તરીકે મારી પત્ની અને બાળકોની સુરક્ષા કરવી એ મારી ફરજ છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ પોલીસ હાલમાં આ બાબતે તપાસ કરી રહી છે.