સુરતમાં કૌભાંડના આક્ષેપ કર્યા બાદ જે પ્રમાણે ભાજપના નેતા સામે કાર્યવાહી કરાઈ તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. ભાજપના અગ્રણી નેતા અને શેરમાં ઉપપ્રમુખ પીવી એસ શર્માએ એક પહેલા કલામંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
આ કૌભાંડના આક્ષેપ બાદ પીવીએસ શર્માના પીપલોદ વિસ્તારમાં આવેલા તેમના ઘરે દરોડા પાડ્યાં ત્યાં આવક વેરા વિભાગ અને સુરત પોલીસે સાથે મળી દરોડા પાડ્યાં છે. ત્યારબાદ પીવીએસ શર્મા આ કાર્યવાહીના વિરોધમાં ધરણાં પર બેસી ગયા છે અને તેઓએ અનેક આક્ષેપો કર્યા છે.
આપને જણાવી દઈએ કે, પીવીએસ શર્માએ મંગળવારે આક્ષેપ કર્યા હતાં કે, નોટબંધી દરમિયાન કલામંદિર જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને તેમની પાસે તેના પુરાવા પણ છે. પીવીએસ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંમંત્રીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ કરી હતી.
આ ભાજપનાં અગ્રણી નેતાએ કરેલા કૌભાંડના આરોપો બાદ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારબાદ હવે સવાલો ઉભા થાય છે કે, આ મામલે હવે આગામી સમયમાં કોના પર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.
