Not Set/ અત્યાર સુધીમાં IT એ 3300 કરોડ રૂપિયા બ્લેકમની જપ્ત કર્યુ, 92 કરોડ રૂપિયાની નવી નોટ સામેલ

નવી દિલ્હીઃ નોટબંધી બાદ અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વાર 3,300 કરોડ રૂપિયાની બ્લેકમની સાથે 92 કરોડ રૂપિયાની નવી નોટ ઝડપી પાડી છે. બ્લેકમની વિરુદ્ધની લડાઇમાં ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી 3300 કરોડ રૂપિયાની બેનામી રમક જપ્ત કરી છે. જેમા 92 કરોડ રૂપિયાની નવી નોટનો પણ સમાવેશ થાય છે. 8 નવેમ્બર રાતે 12 વાગ્યાથી મોદી […]

India

નવી દિલ્હીઃ નોટબંધી બાદ અત્યાર સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વાર 3,300 કરોડ રૂપિયાની બ્લેકમની સાથે 92 કરોડ રૂપિયાની નવી નોટ ઝડપી પાડી છે.

બ્લેકમની વિરુદ્ધની લડાઇમાં ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી 3300 કરોડ રૂપિયાની બેનામી રમક જપ્ત કરી છે. જેમા 92 કરોડ રૂપિયાની નવી નોટનો પણ સમાવેશ થાય છે.

8 નવેમ્બર રાતે 12 વાગ્યાથી મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી હતી. ત્યારથી ઇન્કમટેક્સ અને ઇડી દ્વારા બેંકમાં જમા કરવામાં આવતા અને ઉપાડવામાં આવતા પૈસા પર નજર રાખવામાં આવતી હતી. ત્યારથી ઇન્કમટેક્સ વિભાગે સતત સમગ્ર દેશમાં રેડ કરીને કરોડો રૂપિયાની બેનામી રોકડ રકમ જપ્ત કરી હતી.

આ મામલે અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 734 સર્વે ઇન્કમટેક્સ એક્ટ મુજબ કાર્યવાહી કરીને આ રકમ જપ્ત કવરામાં આવી છે. વિભાગ દ્વારા બુધવાર  સુધીમાં 3200 નોટીસ ફટકારવામાં આવી છે. વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ સમય મર્યાદામાં 500 કરોડની કિમંતની જ્વેલરી કેશ જપ્ત કરવામાં આવી છે.