Not Set/ દેશભરના કુલ 20 રાજ્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ‘112’ થી જોડાયા

દેશભરના 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અત્યારસુધી આપાતકાલીન હેલ્પલાઇન નંબર ‘112’ થી જોડાઇ ચૂક્યા છે. આ નંબર પર કોઇપણ સંકટની ક્ષણે ફોન કરીને ત્વરિત સહાય માંગી શકાય છે. હકીકતમાં ‘112’ એ પોલિસ (100), ફાયર (101) અને મહિલા હેલ્પલાઇન (1090) નંબરોના સંમાતર નંબર છે અને આ યોજના કેન્દ્ર સરકારના નિર્ભયા ફંડને અંતર્ગત લાગુ કરાઇ છે. […]

India
Emergency દેશભરના કુલ 20 રાજ્યો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ‘112’ થી જોડાયા

દેશભરના 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અત્યારસુધી આપાતકાલીન હેલ્પલાઇન નંબર ‘112’ થી જોડાઇ ચૂક્યા છે. આ નંબર પર કોઇપણ સંકટની ક્ષણે ફોન કરીને ત્વરિત સહાય માંગી શકાય છે. હકીકતમાં ‘112’ એ પોલિસ (100), ફાયર (101) અને મહિલા હેલ્પલાઇન (1090) નંબરોના સંમાતર નંબર છે અને આ યોજના કેન્દ્ર સરકારના નિર્ભયા ફંડને અંતર્ગત લાગુ કરાઇ છે.

અમેરિકામાં પણ આ પ્રકારનો એક નંબર ‘911’ છે. ગૃહમંત્રાલયના એક અધિકારી મુજબ જે 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ તેનાથી જોડાયેલા છે તેમાં હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત, પોડિંચરી, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર, દાદર અને નગર હવેલી, દીવ અને દમણ, જમ્મુ-કશ્મીર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.

ઇમરજન્સી રિસ્પોંસ સપોર્ટ સિસ્ટમે દેશભરમાં એક આપાતકાલિન નંબર ‘112’ ની પરિકલ્પના કરી છે જે એક આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત નંબર છે. જેનો ઉદ્દેશ દરેક પ્રકારની આપાતકાલિન સ્થિતિમાં લોકોને સહાયતા પૂરી પાડવાનો છે. દરેક મોબાઇલમાં એક પેનિક બટન આપ્યું હોય છે જેને કોઇ આપાતકાલીન સ્થિતિમાં ‘112’ પર કોલ કરીને કાર્યન્વિત કરી શકાય છે.