Not Set/ હાર્દિક પટેલને થપ્પડ મારવાનો મામલો, હાર્દિક પટેલને સુરક્ષા પૂરી પડાશે

ગાંધીનગર, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે સમાજ સાથે ગદ્દારી કરવાનું તેને ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલને એક યુવાને થપ્પડ મારી હતી. હાર્દિક પટેલને થપ્પડ મારવાનો […]

Top Stories
rer 13 હાર્દિક પટેલને થપ્પડ મારવાનો મામલો, હાર્દિક પટેલને સુરક્ષા પૂરી પડાશે

ગાંધીનગર,

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે સમાજ સાથે ગદ્દારી કરવાનું તેને ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ એક સભાને સંબોધિત કરી રહ્યો હતો ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલને એક યુવાને થપ્પડ મારી હતી. હાર્દિક પટેલને થપ્પડ મારવાનો કિસ્સો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય સરકાર દ્વારા હાર્દિકને સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગે ઈનપુટના આધારે આ નિર્ણય કર્યો હતો. તેથી હવે હાર્દિક પટેલને 24 કલાક સુરક્ષા પુરી પાડવામાં આવશે. આ અગાઉ પણ 3 વખત હાર્દિક પટેલને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી જો કે, હાર્દિક પટેલે સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યો હતો.