અંગદાન/ ગુજરાતમાં વેગ પકડતું અંગદાનઃ સિવિલ હોસ્પિટલ 200 અંગદાનના આંકડાને સ્પર્શવાની નજીક

ગુજરાત રાજ્યના સ્થાપના દિન પછી જાણે રાજયમાં અંગદાનને વેગ મળ્યો છે. મેના ગુજરાતના પ્રથમ સપ્તાહમાં છ દિવસમાં દસ અંગદાન થયા છે. આ દસ અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

Top Stories India

ગુજરાત રાજ્યના સ્થાપના દિન પછી જાણે રાજયમાં અંગદાનને વેગ મળ્યો છે. Organ Donation મેના ગુજરાતના પ્રથમ સપ્તાહમાં છ દિવસમાં દસ અંગદાન થયા છે. આ દસ અંગદાતાઓના અંગદાનથી 27 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાત રાજ્ય સ્થાપનાના 63માં વર્ષના મંગળ પ્રવેશના પ્રથમ સપ્તાહમાં રાજ્યના ઇતિહાસમાં અંગદાનના મોરચે આ નવી સિદ્ધિ છે, એમ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન-સોટ્ટોના સંયોજક ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું.

રાજ્યમાં છ દિવસમાં થયેલા અંગદાનમાં મળેલા અંગોમાં Organ Donation 16 કિડની, 9 લીવર, એક હૃદય, એક આંતરડુ અને હાથની એક જોડનો સમાવેશ થાય છે. તેમા દસ કિડની અને છ લીવર તો સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ દસ અંગદાનમાંથી નવ અંગદાન અમદાવાદ અને એક સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં થયું હોવાનું ડો. મોદીએ જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં જ સિવિલ સર્વિસિસ ડેના દિવસે રાજ્યમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા સરકારના સોટ્ટો એકમને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ મળ્યો છે.

આ એવોર્ડ પ્રાપ્ત થયાના દસ દિવસમાં જ ગુજરાતમાં અંગદાન Organ Donation અને ટ્રાન્સપ્લાન્ટની કામગીરી વધુ વેગવંતી બની છે, જેની સિદ્ધિ વર્તમાન હકીકત પરથી દેખાઈ આવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે માળખાકીય સગવડો, તજજ્ઞ તબીબોની નિષ્ઠા અને રાજ્યમાં પ્રવર્તવા માડેલી જાગૃતિના લીધે આ પરિણામ હાંસલ થયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના Organ Donation ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.જેના પરિણામે જ સતત પાંચ દિવસથી દિવસ રાત મહેનતના પરિણામે સતત પાંચ અંગદાન થયા છે.  સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા 10 થી 15 દર્દીઓના સગા-સંબંધીઓને અંગદાન અંગેની સમજ, સમજૂતી આપવામાં આવી તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી 5 પરિવારોએ આ સત્કાર્યની સંમતિ દર્શાવી છે.

સિવિલ હોસ્પિટલમા તારીખ 9 મી મે ના રોજ થયેલ 109મા અંગદાનની Organ Donation વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં પોતાની દોહિત્રીને મળવા આવેલા 43ની વયના ચિત્રાબેન ચંદેકર અમદાવાદ થી મહેમદાબાદ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું વાહન સ્લીપ થઇ જતા તેઓ ઢળી પડ્યા. માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ. માથાના ભાગમાં અતિગંભીર ઇજાના પરિણામે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલમાં 24 કલાકની સધન સારવારના અંતે તબીબોએ Organ Donation તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાનની અગત્યતા સમજાવી.અંગદાનની સમજ મેળવીને પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું.
આમ આ નિર્ણય બાદ જ્યારે ચિત્રાબેનના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં Organ Donation આવી ત્યારે 7 થી 8 કલાકની મહેનતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 109મા અંગદાન વિશે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી છે.કહેવાય છે ને કે,સત્કાર્યને કોઇ સરહદ નડતી નથી તેવી જ રીતે અંગદાન કરવા માટે પણ આ સીમાડાઓનું કોઇ બંધન નથી.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલ અંગદાનની જાગૃકતા હવે ફક્ત ગુજરાત પૂરતી Organ Donation સીમિત ન રહીને અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તી છે. જેના પરિણામે જ આ દર્દી મૂળ મહારાષ્ટ્રના હોવા છતા તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજીને ગણતરીની મીનિટોમાં અંગદાનનો નિર્ણય કર્યો છે. અંગદાનની જાગૃકતા માટે સેવારત શ્રી દિલિપ દેશમુખ(દાદા) તેમજ સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં લગોલગ પાંચ અંગદાનમાં સફળતા મળી છે. આ પાંચ અંગદાતાઓના મળેલા 15 અંગોના પરિણામે 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

 

આ પણ વાંચોઃ RBI-Locker/ બેન્કના લોકરમાં હવે રોકડ નહી રાખી શકો, રિઝર્વ બેન્કે લોકરના નિયમોમાં કર્યો ફેરફાર

આ પણ વાંચોઃ કાર્યવાહી/ ઈમરાન ખાન બાદ પાકિસ્તાનમાં વધુ એક મોટી ધરપકડ, ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાએ પકડ્યો

આ પણ વાંચોઃ Modi-Gehlot/ ગેહલોત મારા મિત્ર પણ વિચારધારાનો સંઘર્ષ જારીઃ મોદી