Not Set/ #વિશાખાપટ્ટનમ/ ગેસ લીકેજ ઘટના પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યુ- હુ સ્તબ્ધ થઇ ગયો

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં ગુરુવારે સવારે એક મોટી ઘટના બની. જ્યા ગેસ લિકેજ થતાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 120 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનડીએમએ) […]

India
7af4afcbe9649f0d0c9fecacc6851247 #વિશાખાપટ્ટનમ/ ગેસ લીકેજ ઘટના પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યુ- હુ સ્તબ્ધ થઇ ગયો
7af4afcbe9649f0d0c9fecacc6851247 #વિશાખાપટ્ટનમ/ ગેસ લીકેજ ઘટના પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યુ- હુ સ્તબ્ધ થઇ ગયો

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં ગુરુવારે સવારે એક મોટી ઘટના બની. જ્યા ગેસ લિકેજ થતાં આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 120 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનડીએમએ) ની બેઠક બોલાવી છે. આ ઘટના આરઆર વેંકટપુરમ ગામની છે.

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘વાઇઝૈગમાં ગેસ લિકેજ થવાના સમાચારથી હું ચોંકી ગયો છું. હું કોંગ્રેસનાં કાર્યકરો અને વિસ્તારનાં નેતાઓને અપીલ કરું છું કે તેઓ અસરગ્રસ્ત લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડે. પીડિતો પ્રત્યેની મારી સંવેદના. જેઓ હોસ્પિટલમાં છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના.આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી બીમાર લોકોને મળવા માટે હોસ્પિટલ જવા રવાના થયા છે.

ઘટના બાદથી વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કંપનીની આસપાસનાં પાંચ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, ગેસ લીક ​​થવાની ઘટના હેરાન કરે તેવી છે, અમે ઘટનાને સતત અને નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ. હું વિશાખાપટ્ટનમનાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરું છું.આંધ્રપ્રદેશનાં ડીજીપીએ કહ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આમાંથી એક વ્યક્તિની મોત ભાગી જવાના પ્રયત્ન કરવામાં કૂવામાં પડી જવાથી થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ લિકેજની ઘટના સવારે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. બચાવ કામગીરી ચાલુ છે. જણાવી દઇએ કે પ્લાન્ટ લોકડાઉનને કારણે બંધ થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.