Not Set/ #Covid19/ USA માં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતનાં કેસ, US એજન્સીનો દાવો- અસલી વિનાશ જૂનમાં મળશે જોવા

અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દિવસો જતા વધી રહી છે. આ રોગચાળાને કારણે, વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનું અર્થતંત્ર ખરાબ રીતે તૂટી ગયું છે. યુ.એસ. માં અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ બેકારી ભથ્થું માટે અરજી કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આ સંકટમાંથી બહાર કાઠવા માટે પૂર રીતે અસમર્થ રહ્યા છે. છેલ્લા 24 […]

World
7fb56ccf83a701a53c01c0092f59c6e5 #Covid19/ USA માં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતનાં કેસ, US એજન્સીનો દાવો- અસલી વિનાશ જૂનમાં મળશે જોવા

અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા દિવસો જતા વધી રહી છે. આ રોગચાળાને કારણે, વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનું અર્થતંત્ર ખરાબ રીતે તૂટી ગયું છે. યુ.એસ. માં અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ બેકારી ભથ્થું માટે અરજી કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને આ સંકટમાંથી બહાર કાઠવા માટે પૂર રીતે અસમર્થ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, યુએસમાં 2,073 લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે.

યુ.એસ. માં, 24 કલાકમાં 2,073 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસનાં 25,000 નવા કેસ સામે આવ્યા છે. વળી દેશમાં મૃત્યુઆંક 74,799 પર પહોંચી ગયો છે. અમેરિકામાં આ કોરોના વાયરસથી 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ન્યૂયોર્કનાં ગવર્નર એન્ડ્રુ ક્યુમોએ બુધવારે કહ્યું કે રાજ્યમાં એક દિવસમાં 232 લોકોએ જીવ ગુમાવ્યો. વળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરોના વાયરસ અમેરિકી ઇતિહાસનો સૌથી ખરાબ તબક્કો છે. તેમણે કહ્યું કે કોરોના ચેપ પર્લ હાર્બર પર થયેલ હુમલો અને 9/11 નાં આતંકી હુમલા કરતા પણ ખરાબ છે.

યુ.એસ.ની એક એજન્સીએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે યુ.એસ. માં કોરોના વાયરસનો અસલી વિનાશ જૂનમાં જોવા મળી શકે છે. તેમના અહેવાલ મુજબ, યુ.એસ. માં, જૂનમાં, કુલ 2 લાખ કોરોના વાયરસનાં કેસ સામે આવી શકે છે. કોરોનાનાં વધતા સંક્રમણની વચ્ચે, અમેરિકન વહીવટીતંત્રએ ધીમે ધીમે દેશને ખોલવાનું કામ શરૂ કર્યું છે. ઘણા રાજ્યોમાં છૂટ આપવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જલ્દીથી અમેરિકા ખુલી દેવામાં આવશે.

વિશ્વનાં દેશો કોરોના વાયરસથી પરેશાન છે. વિશ્વમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં બે લાખ 65 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, 38 લાખ 21 હજાર 687 લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત છે. અમેરિકામાં કોરોનાને કારણે મોટાભાગનાં લોકો માર્યા ગયા છે. વળી, યુકેમાં, કોરોનાને કારણે 30 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.