Bhavnagar News : આવકવેરા વિભાગે (IT) ભાવનગર શહેરમાં મોટું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. દિલ્હી IT વિભાગની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા છે. 11 પેઢીનાં 32 સ્થળ પર 36 ટીમ મારફત તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં જાણીતા બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સને ત્યાં રેડ કરવામાં આવી છે. પેઢીઓ પાસેથી અનેક ખુલાસાઓ થવાની શક્યતા વર્તાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ભાજપના વરિષ્ઠ નેતા અને જાણીતા બિલ્ડર ગિરીશ શાહના નિવાસસ્થાન અને વ્યાવસાયિક સ્થળો પર પણ તપાસ ચાલી રહી છે. તેમની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીકના બંગલા પર ચેકિંગ કરવામાં આવ્યું છે. 18મી ફેબ્રુઆરીથી IT વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરીને પેઢીઓમાં ફફળાટ ફેલાવ્યો છે. ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલે 18મી ફેબ્રુઆરીએ વહેલી સવારથી એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હી IT વિભાગની ટીમની આગેવાનીમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિતની IT વિભાગના 500થી વધુ કર્મચારીઓ છે, ભાવનગર શહેરની 11 પેઢીની અંદર 32 જગ્યા પર 36 ટીમની અંદર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. IT ના હાથ ધરાયેલ ઓપરેશન હેઠળ પેઢીઓમાં ફફળાટ ફેલાયો છે.
ભાવનગર શહેર જિલ્લામાં ગઈકાલે આઇટી વિભાગ દ્વારા મેગા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બિલ્ડરો, ડોક્ટર, ઉદ્યોગપતિઓ અને નામાંકિત સોની વેપારીઓને ત્યાં આઈટી વિભાગની એકસાથે 36 જેટલી ટીમે સર્ચ હાથ ધર્યું હતું. આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભાજપના વરીષ્ઠ આગેવાન ગિરીશ શાહના ઘર સહિત વ્યાવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આવકવેરા વિભાગે સમગ્ર કામગીરી ગુપ્ત રાહે અચાનક શરૂ કરતાં અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં ગિરીશ શાહની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધરાયું હતું.
IT વિભાગે ઉપરાંત ભાવનગરના ઓર્ચિડ બિલ્ડરની શિશુવિહારની ઓફિસ, કમલેશ શાહનો આંબાવાડીનો બંગલે, નજીર ક્લીવાલાના શિશુવિહારના બંગલે, સિદ્ધિવિનાયક બિલ્ડકોનના સંજય સોનાણીનું શિવાંજલી બિલ્ડિંગ, બિલ્ડર પરેશ વ્યાસ, જેડી ઇન્ફ્રાકોન, ઇસ્કોન મેગાસિટી, મહાબલ ફાઈનાન્સ સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. IT વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે. ફંડ ક્યાંથી આવે છે ? ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે ? કેટલા રોકડા ચૂકવવામાં આવે છે ? આ ઉપરાંત અનેક સોની વ્યાપારીઓ છે, પર્ફ્યૂમ કંપનીઓ અનેક બિલ્ડરોને ત્યાં હાલ ઓપરેશન ચાલુ છે. જોકે હજી આ ઓપરેશનની અંદર કોઈ પાસેથી કેટલી ગેરરીતિ ઝડપાઈ એ સામે આવ્યું નથી. IT દ્વારા કરાયેલ મોટા સર્ચ ઓપરેશનથી રાજ્યમાં બેનાની વ્યવહારો કરતી પેઢીઓ પર તવાઈ બોલાવી છે.
આ પણ વાંચો: 3 એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાશે; એક 32000KMની ઝડપે આવી રહ્યું છે, વિનાશની ચેતવણી
આ પણ વાંચો: જ્યારે એસ્ટરોઇડ અવકાશયાન સાથે અથડાયું ત્યારે નાસાએ ઇતિહાસ રચ્યો હતો
આ પણ વાંચો: એસ્ટરોઇડ ક્યારે પૃથ્વીની નજીક પહોંચશે?, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો