બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ગીત ‘ગેંદા ફૂલ’ પર બેંગ્ડ બેલી ડાન્સ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેક્લીન તેની સ્ટાઇલ અને ડાન્સ માટે પ્રખ્યાત છે. તાજેતરમાં જ જેકલીનનો એક વીડિયો ખૂબ જ ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં તે ‘ગેંદા ફૂલ’ ગીત પર જબરદસ્ત શૈલીમાં બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે.
જેકલીનનો વીડિયો સેલિબ્રિટી ડાન્સ ટીચર સંજના મુથરેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. ગેંદા ફૂલ પર ડાન્સ કરતી વખતે, જેક્લીનની શૈલી પણ આકર્ષક લાગે છે. જેક્લીન ફર્નાન્ડિઝે તાજેતરમાં જ ટોપલેસ ફોટો શેર કર્યો હતા. જેક્લીન પોતાનો ફોટો શેર કરતી જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેક્લીનના આ મોનોક્રોમ ફોટો ઉપર ચાહકો ફ્લેટ થઇ ગયા છે. બધાં તેની સુંદરતા અને હોટનેસનાં વખાણ કરી રહ્યા છે. જેક્લીને ફોટો શેર કરતાં લખ્યું, ‘બહુ દૂર’. ઉર્વશી રૌતેલાએ પણ આ ફોટા પર ટિપ્પણી કરી છે. ઉર્વશીએ લખ્યું, અદભૂત…..
જેક્લીન હાલમાં ધર્મશાળામાં ભૂત-પોલીસ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે જેક્લીને કહ્યું કે, “મારું પાત્ર સુપર સેક્સી અને ગ્લેમરસ છે.” હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે, ત્યારે જેક્લીન તેના પાત્ર વિશે વધારે કંઈ કહી શકતી નથી. જોકે, જેક્લીને કહ્યું હતું કે તેનું પાત્ર અત્યાર સુધીના પાત્રોથી ખૂબ જ અલગ અને ભિન્ન છે.
તમને જણાવી દઈએ કે જેકલીન લગભગ એક મહિના માટે હિલ સ્ટેશનોમાં રહેશે, ત્યારબાદ તે મુંબઇ પરત ફરશે અને રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું શૂટિંગ કરશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…