Banaskantha News: બનાસકાંઠાના ભાંભરમાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. બે શખ્સોએ સાધ્વીની છેડતીનો પ્રયત્ન કર્યો હતો. સાધ્વીએ બૂમાબૂમ કરતા તે ભાગી ગયા હતા. આ બનાવના પગલે સમાજમાં આક્રોશ છે. સમાજના આગેવાનોએ આ શખ્સો સામે આકરી કાર્યવાહીની માંગ કરી છે.
આ ઘટના અંગે સાધ્વીજીએ સંઘને જાણ કરતાં તાત્કાલિક સમાજના લોકો ભેગા થઈ ગયા હતા અને સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસને લેખિત જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની ગંભીરતા પારખી દિયોદર એએસપી અને એલસીબી સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને લઈને આચાર્ય વિજય સોમસુંદર સુરીજીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભાભર જૈન સંઘને પત્ર લખી જણાવ્યું હતું કે ઘટના સાંભળતા જ તેમને ધ્રૂજારી આવી ગઈ છે. કલંકનું નિવારણ કરવું જરૂરી છે. આ શખ્સો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચોઃ શાળામાં નકલી NCC કેમ્પનું આયોજન, સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર અને ઘણી છોકરીઓની છેડતી; હલચલ મચી ગઈ
આ પણ વાંચોઃ મહીસાગરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર
આ પણ વાંચોઃ મંદિરમાં સેવા આપવા જતી તરુણીની છેડતી કરાઈ, રત્નકલાકારની કરાઈ ધરપકડ
