Indian Army/ જમ્મુના પૂંછ ખાતે પહોંચ્યા સેનાપ્રમુખ નરવણે, અથડામણના સ્થળની પણ લેશે મુલાકાત

10 ઓક્ટોબરના રોજ આંતકીઓ સાથે અથડામણ થઇ હતી. સેનાના આ ઓપરેશન દ્વારા સેનાના બે JCO સહિત સાત જવાન શહીદ થઇ ગયા છે. પહેલા પૂંછના ડેરાવાલી ગલીમાં 10 ઓક્ટોબરના રોજ રાત્રે આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી.

Top Stories India
ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે

ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણે મંગળવારે જમ્મુ પહોચી ગયા છે. તેઓ એવા વિસ્તારની મુલાકાત લેશે કે જ્યાં, 10 ઓક્ટોબરના રોજ આંતકીઓ સાથે અથડામણ થઇ હતી. સેનાના આ ઓપરેશન દ્વારા સેનાના બે JCO સહિત સાત જવાન શહીદ થઇ ગયા છે. પહેલા પૂંછના ડેરાવાલી ગલીમાં 10 ઓક્ટોબરના રોજ રાત્રે આંતકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક JCO સહિત પાંચ જવાન શહીદ થઇ ગયા હતા.

આ પણ વાંચો : યાત્રા / ચારધામામ યાત્રામાં હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા,સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ત્યારબાદ આતંકીઓના આ ગ્રુપને શોધવા માટે સેનાએ 14 ઓક્ટોબરના રોજ તપાસ હાથ ધરી હતી. આંતકીઓએ ઘાત લગાવીને જ બેઠા હતા અને સેનાના જવાનો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થઇ ગયા હતા જયારે એક JCO અને એક જવાન લાપતા થઇ ગયો હતો. આ બંનેના પાર્થિવ શરીર 16 ઓક્ટોબરના રોજ મળી આવ્યા હતા . સેના ડેરા કી ગલી અને નાર ખાસના જંગલોમાં આંતકીઓની તપાસ કરી રહી છે. આ આતંકીઓ અંગેની હજુ ભાળ મળી રહી નથી. ઘણા વર્ષોમાં પહેલીવાર એક એનકાઉન્ટરમાં સેનાએ પોતાના બે અધિકારીઓ અને સાત જવાનોને ગુમાવ્યા છે.

છેલ્લા નવ દિવસમાં પૂંછના જંગલોમાં ભારતીય સેનાના હજારો જવાનોનો પાકિસ્તાની સેના દ્વારા ટ્રેઈન કરવામાં આવેલા આંતકવાદીઓ સાથે સાથે લડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવે સેનાએ આંતકીઓને એક વિસ્તારમાં ઘેરી લીધા છે. સેનાના પેરા કમાન્ડો અને હેલીકોપ્ટરની પણ મદદ આ ઓપરેશનમાં લેવામાં આવી રહી છે. હવે કોશિશ એ થઇ રહી છે કે, ભલે ઓપરેશન લાંબુ ખેંચાય પણ સેનાના એક પણ જવાન શહીદ ન થાય.

આ પણ વાંચો : નિમણૂક / દિલીપ સંઘાણી બન્યાં ઇફકોનાં નવા ચેરમેન

ખૂબ લાંબા સમય બાદ જમ્મુ કાશ્મીરમાં આંતકી સાથે થનારી અથડામણ લાંબી ચાલી છે. સુરક્ષાબળોનું કહેવું છે કે, ઊંચા પહાડો અને ઘટાદાર જંગલોના કારણે કાર્યવાહીમાં થોડીક તકલીફ આવી રહી છે અને સાથે જ વરસાદના કારણે બધું જ ધૂંધળું વાતાવરણ થઇ ગયું છે જેના કારણે ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે.