ચુકાદો/ બોગસ ડૉક્ટરના ગુનામાં આરોપીને નિર્દોષ છોડતી જામનગર કોર્ટ

રાજ્યમાં જોલા છાપ ડોકટરોની સખ્યાં એકાએક વધી જતાં પોલીસે પોતાના બાતમી દારોને કામે લગાવીને આવા બોગસ ડોકટરોને પકડી પાડીને તેમને જેલ હવાલે મોકલી દેવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં ગરીબ કે મધ્યમ વર્ગના વિસ્તારમાં નાનકડી દુકાન ખોલીને આવા બોગસ ડોકટરોએ જોરદાર કમાણી કરી હતી. પોલીસે એક્શન મોડ અપનાવીને ડોકટરોને જેલ ભેગા કરતાં કોર્ટમાં […]

Gujarat
law and order 759 બોગસ ડૉક્ટરના ગુનામાં આરોપીને નિર્દોષ છોડતી જામનગર કોર્ટ

રાજ્યમાં જોલા છાપ ડોકટરોની સખ્યાં એકાએક વધી જતાં પોલીસે પોતાના બાતમી દારોને કામે લગાવીને આવા બોગસ ડોકટરોને પકડી પાડીને તેમને જેલ હવાલે મોકલી દેવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં ગરીબ કે મધ્યમ વર્ગના વિસ્તારમાં નાનકડી દુકાન ખોલીને આવા બોગસ ડોકટરોએ જોરદાર કમાણી કરી હતી. પોલીસે એક્શન મોડ અપનાવીને ડોકટરોને જેલ ભેગા કરતાં કોર્ટમાં તેમના કેસ એક પછી એક ચાલવા લાગ્યા હતા. જેમાંથી એક કેસમાં પુરાવાના અભાવને કારણે જામનગરની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હતો.

જામનગર તાલુકાના બેરાજા ગામમાં ડિગ્રી વગર જ તબીબી પ્રેકટીસ કરતાં એક શખ્સને બે વર્ષ પહેલાં પોલીસે પકડી પાડયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો મેડીકલ પ્રેકટીસનર્સ એક્ટ હેઠળના ગુન્હામાં છૂટકારો કર્યો છે.

જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક શખ્સ ડિગ્રી વગર જ તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી પરથી વર્ષ ૨૦૧૯ના જુલાઈ મહિનામાં પોલીસે બેરાજા ગામમાં દરોડો પાડતાં ત્યાંથી વલ્લભાઈ બચુભાઈ રાણપરિયા નામના શખ્સનું કહેવાતું દવાખાનું મળી આવ્યું હતું. ત્યાંથી જુદી જુદી કંપનીની દવાઓ, તબીબો સારવાર આપવા માટે વાપરે તેવા સાધનો મળી આવ્યા હતા. પોલીસે વલ્લભભાઈ રાણપરિયા પાસે તેની ડિગ્રી જોવા માગતા આ શખ્સ પાસે કોઈપણ પ્રકારની ડોકટર તરીકેની ડિગ્રી ન હોય, પોલીસે તેની અટકાયત કરી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર્સ એકટ તળે ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોકત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતાં સરકારપક્ષે આ શખ્સ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું કૃત્ય કરતો હોવાની દલીલ કરી હતી. તેની સામે બચાવપક્ષે પંચ તથા સાહેદોની ઉલટ તપાસ કરવા ઉપરાંત દલીલ કરી હતી કે, દરોડા વેળાએ આરોપીએ કોઈની સારવાર કરી હોય તેવા કોઈ વ્યક્તિને સાહેદ તરીકે દર્શાવ્યા નથી કે સ્વતંત્ર સાહેદોને તપાસ માટે દર્શાવ્યા નથી. તે ઉપરાંત કહેવાતા દવાખાનાની માલિકી અંગેનો આધાર કબ્જે કર્યો નથી.

બન્ને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી વલ્લભભાઈ રાણપરિયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, હસમુખ મોલિયા, પરેશ સભાયા, હિરેન સોનગરા, અર્પિત રૃપાપરા, રાકેશ સભાયા, પ્રિયેન મંગે, ઝાલા ગજેન્દ્રસિંહ રોકાયા હતાં.