Not Set/ જામનગર/ શિપબ્રેકીંગ યાર્ડ સચાણા, એક નિર્ણય અને હજારો બેરોજગાર…? કોના વાંકે..?

જામનગર પાસે આવેલું સંચાણા શીપબ્રેકિંગ યાર્ડ હવે કયારેય ફરીથી શરૂ નહી થાય..જેને લીધે બે હજારથી વધુ લોકોને મળનારી રોજગારીની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ મામલે બનેલી કમિટીએ તેનો છેલ્લો રીપોર્ટ કોર્ટને સોપી દીધો છે. આ રીપોર્ટમાં કમિટીએ નોંધ્યુ છે કે સંચાણામાં શિપ રિસાયકલીંગની પ્રવૃતિમાં હવે કોઇ તક રહેલી નથી. આ શીપબ્રેકિંગની પ્રવૃતિને દરિયાકાંઠાના […]

Top Stories Gujarat Others
loksabha pit 875 1 જામનગર/ શિપબ્રેકીંગ યાર્ડ સચાણા, એક નિર્ણય અને હજારો બેરોજગાર...? કોના વાંકે..?

જામનગર પાસે આવેલું સંચાણા શીપબ્રેકિંગ યાર્ડ હવે કયારેય ફરીથી શરૂ નહી થાય..જેને લીધે બે હજારથી વધુ લોકોને મળનારી રોજગારીની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ મામલે બનેલી કમિટીએ તેનો છેલ્લો રીપોર્ટ કોર્ટને સોપી દીધો છે. આ રીપોર્ટમાં કમિટીએ નોંધ્યુ છે કે સંચાણામાં શિપ રિસાયકલીંગની પ્રવૃતિમાં હવે કોઇ તક રહેલી નથી. આ શીપબ્રેકિંગની પ્રવૃતિને દરિયાકાંઠાના એવા વિસ્તારમાં શિફટ કરવામાં આવે જયાં મરીન નેશનલ પાર્ક અને જંગલ વિસ્તાર ન હોવો જોઇએ.

sachana જામનગર/ શિપબ્રેકીંગ યાર્ડ સચાણા, એક નિર્ણય અને હજારો બેરોજગાર...? કોના વાંકે..?

કમિટીએ હાઇકોર્ટને સોપેલા રીપોર્ટમાં સ્પષ્ટ નોંધ્યુ છે કે, પર્યાવરણનું મહત્વ તથા મરીન નેશનલ પાર્કના જાળવણીના મુદ્દાને ધ્યાનમાં લેતાં ઇચ્છનીય છે કે સંચાણાની આસપાસનો જે સમુદ્રી કિનારો જેમાં મરીન નેશનલ પાર્ક પણ છે ત્યાં શિપબ્રેકિંગ જેવી જોખમી પ્રવૃતિને મંજૂરી ન આપવી જોઇએ. જો કે કમિટીએ એમ પણ રીપોર્ટમાં કહયુ છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરીને સહમતિથી સંચાણા શીપબ્રેકિંગ યાર્ડને અન્ય સ્થળે લઇ જઇ શકે છે. કમિટીના રીપોર્ટમાં જણાવાયુ છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડની હદ વનવિભાગની હદમાં ઓવરલેપ થઇ રહી છે.

આ સમગ્ર ઘટનાનો વિવાદ એવો છે કે સંચાણા શિપ બ્રેકિંય યાર્ડનો વિસ્તાર મરીન સેન્ચ્યુરીના વિસ્તારની હદમાં આવે છે કે નહી..?  કારણ કે આ સ્થળ માટે એક તરફ વનવિભાગ દાવો કરી રહયુ છે, તો બીજી બાજુ  ગુજરાત મરીન બોર્ડ દાવો કરી રહયુ છે કે આ જગ્યા અમારી છે

જેનો છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહયો છે. જો કે આ મામલે સંચાણા શિપ બ્રેકિંગ એશોશિયેશનના સેક્રેટરી તરૂણ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયુ છે કે મે ૧૯૭૭ સંચાણા શીપબ્રેકિંગ યાર્ડના પંદર પ્લોટ ચાલી રહયાં હતા. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે નવા ત્રણ પ્લોટ વધાર્યા ત્યારબાદ વનવિભાગે દાવો કર્યો કે આ આખુ શીપ બ્રેકિંગ યાર્ડ મરીન સેન્ચયુરી હસ્તક આવે છે.

પણ ચતુર્દિશા મુજબ વનવિભાગે કોઇ કાયદેસરના પુરાવા અથવા નકશા રજૂ કર્યા નથી. જો કે આ મામલે આરટીઆઇ મારફતે પણ વનવિભાગ પાસે માહિતી માંગવામાં આવી હતી. તેમાં પણ વનવિભાગ તરફથી કોઇ કાયદેસરના પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.