Jamnagar News: જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીને લઈને એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેણે ઝોમેટો મારફતે વેજ પાસ્તા (Jamnagar Veg Pasta Controversy)નો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ડિલિવરી દરમિયાન તેને નોનવેજ પાસ્તો મોકલવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, ઓર્ડર જામનગરની લેમન ટ્રી હોટલમાંથી મોકલવામાં આવ્યો હતો. ગ્રાહકનો દાવો છે કે તેણે સ્પષ્ટપણે વેજ પાસ્તા (Jamnagar Veg Pasta Controversy)નો ઓર્ડર આપ્યો હતો, છતાં ડિલિવરીમાં નોનવેજ પાસ્તો મળ્યો હતો.
Jamnagar Veg Pasta Controversy: ફૂડ ડિલિવરીમાં મોટી ભૂલ કે બેદરકારી?
ગ્રાહકે વધુમાં જણાવ્યું કે આ ઘટના નિર્જળા એકાદશીના દિવસે બની હતી. તેના જણાવ્યા મુજબ, આ ભૂલને કારણે તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે અને તેણે આ અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રાહકે પોતાનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાની લાગણી પણ વ્યક્ત કરી છે.
ઘટના બાદ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, હોટલ અથવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
હાલ આ મામલો ગ્રાહક દ્વારા કરાયેલા આક્ષેપો પર આધારિત છે. સંબંધિત પક્ષોનું નિવેદન અને તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો:અમદાવાદમાં ઓનલાઈન મંગાવેલી છાશમાંથી નીકળ્યો વંદો! ગ્રાહકનો વીડિયો વાયરલ, ફૂડ સેફ્ટી પર ઉઠ્યા સવાલ
આ પણ વાંચો:ડિલિવરી બોયએ આપ્યો ગ્રાહકને ઠપકો; કહ્યું- તમે ખોટું કરી રહ્યા છો
આ પણ વાંચો:જ્યારે ડિલિવરી એજન્ટે ફેલાવી અફવા તો Zomatoએ કહ્યું- ખોટી માહિતી ન આપો, પોસ્ટ થઈ વાયરલ
