Jamnagar News: ગુજરાતના દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)માંથી લાવવામાં આવી રહી છે. ગત એપ્રિલમાં વિષ્ણુપ્રિયાએ અત્યંત આક્રમક સ્વરૂપ ધારણ કરીને તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણ ઘટનાને પગલે આ બંને હાથણીને વનતારામાં ખસેડવામાં આવી રહી છે. આ કરુણાંતિકા બાદ બંને હાથણીને વિશેષજ્ઞની કાળજી તેમજ તેમની સુખાકારી માટે વધુ અનુકૂળ વાતાવરણમાં ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
ઈસ્કોન સાથેની ભાગીદારીમાં વનતારા દ્વારા હાથ ધરાયેલી આ ટ્રાન્સફર પ્રોજેક્ટની પહેલને ત્રિપુરા હાઈ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ-પાવર્ડ કમિટી તરફથી સંપૂર્ણ અનુમતિ અપાઈ હતી, જેનું ભારતની સર્વોચ્ચ અદાલતે પણ અનુમોદન કર્યું હતું, જેને તણાવગ્રસ્ત વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવા તથા તેમના માટે સુરક્ષિત, તણાવ-મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપાઈ છે. વનતારા ખાતે, વિષ્ણુપ્રિયા તથા લક્ષ્મીપ્રિયાને હાથીઓ માટેના આબેહૂબ કુદરતી આવાસ જેવી ખાસ કાળજીપૂર્વકની ડિઝાઈન ધરાવતા કાયમી રહેઠાણમાં રાખવામાં આવશે. અહીં તેમને સાંકળોથી મુક્ત વાતાવરણમાં મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનો અને પશુચિકિત્સકો દ્વારા કાળજી ઉપરાંત હકારાત્મક સશક્તિકરણ માટેની તાલીમ અપાશે અને આ રીતે તેમની સાથે બળજબરીથી મુક્ત તેમજ ઈનામ સ્વરૂપી તાલીમ દ્વારા વિશ્વાસ સંપાદિત કરાશે. તેઓને વિવિધ પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં જોડાવાની સાથે-સાથે, અન્ય હાથીઓ સાથે સંપર્કમાં આવી ઘેરો નાતો બનાવવાની તકો પૂરી પડાશે અને આ રીતે તેમના પરિચારકો તરફથી તેમનું કરુણાસભર ધ્યાન પણ રખાશે, જે બધું તેમને એક નવજીવનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે.
વનતારાની અત્યાધુનિક સુવિધામાં વિશ્વની સૌથી મોટી હાથીની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને તેની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે જેથી અહીં હાથીઓના હકારાત્મક પુનઃશક્તિકરણ માટે તેઓને તાલીમ આપવાની સાથે, તેમની જીવનશૈલીને સમૃદ્ધ બનાવવા તેમજ કુદરતી જેવા જ આવાસી વાતાવરણની રચના માટે તેમના સામાજિક જોડાણ પર ભાર મૂકવા જેવી બાબતોને સામેલ કરી શકાય, જેથી તેમને વ્યક્તિગત માનસિક આરોગ્ય સહાયતા મળી રહે. આ સાર્વત્રિક અભિગમ સુનિશ્ચિત કરે છે કે રેસ્ક્યુ કરાયેલા હાથીઓ માત્ર તેમની શારીરિક શક્તિ જ નહીં, પરંતુ સંવેદનાત્મક સ્થિરતા અને માનસિક સુખાકારી પણ પુનઃપ્રાપ્ત કરે. આખરે હાથીઓને સંપૂર્ણ નવપલ્લિત કરીને તેમના જીવનની ગુણવત્તાને સુધારવી એજ તો વનતારાની વચનબદ્ધતા છે.
આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ અને જામનગરના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ રદ કરવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી
આ પણ વાંચો: જામનગરના બીજલકા ગામના સરપંચની બીમારીથી કંટાળી જઇ આત્મહત્યા
આ પણ વાંચો: જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
