Not Set/ જૂનાગઢ માં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ યોજાઈ જનાક્રોશ રેલી, સરકાર પર કર્યા આકરા પ્રહારો

આજે જૂનાગઢમાં પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ચૂંટણી ટાંણે આપવામાં આવતા ઠાલા વચનો પૂરા કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખેડૂતોને 6000 આપવાને બદલે 2000 આપવા માટે પણ લાઈનમાં ઉભા રાખે છે. તેમણે કહ્યુ કે, મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ફી માફિયા, ભૂ માફિયા અને ટ્રાફિક ટેરરિઝમની સમસ્યાઓમાંથી સામાન્ય […]

Top Stories Gujarat Others
Paresh dhanani જૂનાગઢ માં વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ યોજાઈ જનાક્રોશ રેલી, સરકાર પર કર્યા આકરા પ્રહારો

આજે જૂનાગઢમાં પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ કે, ચૂંટણી ટાંણે આપવામાં આવતા ઠાલા વચનો પૂરા કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખેડૂતોને 6000 આપવાને બદલે 2000 આપવા માટે પણ લાઈનમાં ઉભા રાખે છે. તેમણે કહ્યુ કે, મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ફી માફિયા, ભૂ માફિયા અને ટ્રાફિક ટેરરિઝમની સમસ્યાઓમાંથી સામાન્ય માણસને મુક્તિ અપાવવા તેના અધિકારનાં આંદોલનને જુનાગઢ જિલ્લા કોગ્રેસ સમિતિએ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે આગળ ધપાવ્યુ છે.

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યુ કે, સ્થાનિક સમસ્યાઓ, રાષ્ટ્રીય સમસ્યાઓ અને પ્રદેશ તરી સમસ્યાઓને અમે સરકાર સામે રાખીએ છીએ અને જો સરકાર અમારા ગુજરાતનાં ગરીબ ગાંમડા અને ખેડૂતની લાગણી અને માંગણીનું સન્માન નહી કરે તેમને નુકસાનીનુ વળતર, પાક વીમો અને સમસ્યાઓથી મુક્તિ નહી આપે તો હવે ગાંધી અને સરદારનું ગુજરાત બીજી આઝાદીની લડાઇનો પાયો આવતા દિવસોમાં નાખશે, જેનુ નેતૃત્વ કોંગ્રેસ પક્ષ કરશે.

ખેડૂતો ની દયનીય સ્થિતિ ને પણ નજર અંદાજ કરનારા સરકાર ને જગાડવા આજે કોંગ્રેસ આગેવાનોએ ખેડૂતોને સાથે રાખી જનાક્રોશ રેલીનું આયોજન કર્યું છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરી અને ત્યાર બાદ વીમો ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યુ  છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.