Not Set/ જસપ્રીત બુમરાહના દાદાનો મળ્યો મૃતદેહ-17 વર્ષથી મળવાની ઈચ્છા રહી ગઈ અધુરી

અમદાવાદમાં ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.શહેરની સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેને લઇને અનેક તર્ક-વિતર્ક દેખાઇ રહી છે.જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે બે દિવસ અગાઉ બુમરાહના દાદા ગુમ થયા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં […]

Top Stories
2 1512889653 જસપ્રીત બુમરાહના દાદાનો મળ્યો મૃતદેહ-17 વર્ષથી મળવાની ઈચ્છા રહી ગઈ અધુરી

અમદાવાદમાં ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.શહેરની સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેને લઇને અનેક તર્ક-વિતર્ક દેખાઇ રહી છે.જો કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે બે દિવસ અગાઉ બુમરાહના દાદા ગુમ થયા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.ત્યારે હવે બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઇ છે જો કે ભારતીય ક્રિકેટર જશપ્રિત બુમરાહને 17 વર્ષથી મળવાની ઈચ્છા પૂરી કરવા તેના દાદા અમદાવાદ આવ્યા હતા તેઓ 84 વર્ષના સંતોકસિંગ ઉત્તમસિંગ બુમરાહ બે દિવસ પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા અને 5 ડિસેમ્બરે પૌત્ર જશપ્રિતનો જન્મ દિવસ હોવાથી તેને મળવા માટે દાદા સંતોખસિંહ 1 ડિસેમ્બરે ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ પૌત્રને મળી શકયા નહોતા અને તેઓ ગુમ થયા હતા.આજે સવારે સંતોખસિંહની સાબરમતીમાંથી લાશ મળી હતી.સંતોખસિંગ 8 દિવસ સુધી વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલ સામેના સોનલ એપાર્ટમેન્ટમાં દીકરી રજીન્દ્રરકોર સાથે રહ્યા હતા. આ દરમિયાનમાં તેમણે અવાર નવાર જશપ્રિતની માતા દલજીતકોરને મળીને પૌત્રને મળવાની અને મરતા પહેલા એક વખત દેખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દલજીતકોરે તેમને જશપ્રિતને મળવા દીધા ન હતા તેમજ ફોન ઉપર પણ વાત કરવા દીધી ન હતી. એ વાતનું મનમાં લાગી આવતા શુક્રવારે બપોરે ક્યાંક જતા રહ્યા હતા અને આજ રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો છેેે