Not Set/ જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો અવાજ

જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો અવાજ

Dharma & Bhakti
jatoli shiv mandir જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો અવાજ

આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જેને ચમત્કારિક અને રહસ્યમય માનવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને રહસ્યમય કહેવામાં આવે તો તે ખોટું નહીં હોય. કારણ કે એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં હાજર પત્થરો ડમરું જેવો અવાજ આપે છે.

Jatoli Temple Solan || Himachal Pradesh, India - YouTube

તે એક શિવ મંદિર છે, જેને લઈને દાવો કરવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર છે. આ મંદિર હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે, જેને દેવભૂમિ કહે છે, જેને જટોલી શિવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ-દ્રવિડ શૈલીમાં બનેલા આ મંદિરની ઉંચાઈ આશરે 111 ફૂટ છે. મંદિરની ઇમારત એ નિર્માણ કળા નો બેનમુન નમુનો છે.

jatoli shiv temple Solan location and address with map - ixigo Trip Planner

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ પૌરાણિક સમયગાળા દરમિયાન અહીં આવ્યા હતા અને થોડા સમય માટે રહ્યા હતા. પાછળથી 1950 ના દાયકામાં સ્વામી કૃષ્ણનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા. જેનાં માર્ગદર્શન પર જટોલી શિવ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું. વર્ષ 1974 માં તેમણે આ મંદિરનો પાયો નાખ્યો હતો. જો કે તેમણે 1983 માં સમાધિ લીધી હતી, તેમ છતાં મંદિરનું બાંધકામ સતત ચાલુ રહ્યું હતું તેનું કામ મંદિર મેનેજમેન્ટ કમિટીએ જોયું હતું.

सोलन में हैं एशिया का सबसे ऊंचा शिव मंदिर, बनने में लगे थे 39 साल - jatoli  shiv temple in solan

આ મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં લગભગ 39 વર્ષ થયા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે તેનું નિર્માણ દેશ-વિદેશના ભક્તો દ્વારા દાનમાં કરવામાં આવેલા નાણાંથી કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે તે બનવામાં ત્રણ દાયકાથી વધુ સમય લાગ્યો. આ મંદિરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે, જ્યારે મંદિરમાં સ્ફટિક મણિ શિવલિંગ છે. આ ઉપરાંત અહીં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. તે જ સમયે, મંદિરના ઉપલા છેડે એક વિશાળ 11 ફૂટ ઊંચું સોનાનું કળશ પણ સ્થાપિત થયેલ છે, જે તેને ખૂબ જ વિશેષ બનાવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…