Not Set/ JDU નેતા પ્રશાંત કિશોરે અમિત શાહ પર સાધ્યું નિશાન, કહ્યું – દેશવ્યાપી NRCએ નાગરિકત્વના ડિમોનેટાઇઝેશન જેવું છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર વ્યૂહરચના બનાવવા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ, ચૂંટણી વ્યૂહરચનાકાર અને JDU નેતા પ્રશાંત કિશોરના નિશાના પર હવે ભાજપ આવી ગયું છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી એનઆરસી એટલે  નાગરિકત્વનું ડિમોનેટાઇઝેશન જેવું છે. જ્યાં સુધી તમે તેને સાબિત નહીં કરો ત્યાં […]

Top Stories India
winter 12 JDU નેતા પ્રશાંત કિશોરે અમિત શાહ પર સાધ્યું નિશાન, કહ્યું – દેશવ્યાપી NRCએ નાગરિકત્વના ડિમોનેટાઇઝેશન જેવું છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર વ્યૂહરચના બનાવવા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ, ચૂંટણી વ્યૂહરચનાકાર અને JDU નેતા પ્રશાંત કિશોરના નિશાના પર હવે ભાજપ આવી ગયું છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી એનઆરસી એટલે  નાગરિકત્વનું ડિમોનેટાઇઝેશન જેવું છે. જ્યાં સુધી તમે તેને સાબિત નહીં કરો ત્યાં સુધી ગેરકાયદેસર છે.

જેડીયુના વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોરે પોતાની જ સાથી પક્ષ ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું કે, “એનઆરસીનો વિચાર નાગરિકત્વના ડિમોનેટાઇઝેશન જેવો છે …. જ્યાં સુધી તમે તેને સાબિત નહીં કરો ત્યાં સુધી ગેરકાયદેસર છે.” આનો સૌથી મોટો પીડિત વર્ગ અધિકાર વિહીન અને  ગરીબ લોકો હશે …. આપણે અનુભવથી આ જાણીએ છીએ. (હું) પીછેહઠ કરતો નથી. ‘

એનઆરસીનો અમલ દેશભરમાં કરવામાં આવશે: શાહ

આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં રાજ્યસભામાં કહ્યું હતું કે તેઓ દેશભરમાં એનઆરસી રચવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યું કે, ગેરકાયદેસર રીતે ભારત આવેલા અન્ય દેશોના નાગરિકોને ઓળખવા માટે દેશવ્યાપી રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) બનાવવાની પ્રક્રિયાને આસામમાં પણ પુનરાવર્તિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પાછળથી એનઆરસીનો અમલ દેશભરમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારો અધિનિયમ અંગે પક્ષના સ્ટેન્ડની વિરુદ્ધમાં નેતા પ્રશાંત કિશોરે જેડીયુમાંથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. તેમણે શનિવારે પટનામાં રાજ્યના સીએમ અને પાર્ટી સુપ્રીમો નીતીશ કુમાર સાથે મળીને રાજીનામું સુપરત કર્યું હતું. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ નીતીશ કુમારે તેમનું રાજીનામું નામંજૂર કરી દીધું છે. સીએમ નીતીશે પ્રશાંતને ખાતરી પણ આપી હતી કે રાજ્યમાં એનઆરસી લાગુ નહીં થાય.

નાગરિકત્વ સુધારણા કાયદા પર જેડીયુ ભંગાણ

નાગરિકતા સુધારો અધિનિયમ ઉપર પક્ષને બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જ્યારે પવન વર્મા, ગુલાસ રસૂલ બાલિયાવી સહિતના ઘણા નેતાઓ, પ્રશાંત કિશોરની આગેવાની હેઠળ, બિલને સમર્થન આપવાનો વિરોધ કર્યો હતો. જયારે આરસીપી સિંહની આગેવાની હેઠળના પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓએ બિનશરતી રીતે બિલને સમર્થન આપ્યું હતું. સાથે સાથે પ્રશાંત કિશોર જેવા  નેતા પર આડકતરી  રીતે હુમલો પણ કર્યો હતો.

પ્રશાંત કિશોર નીતિશ કુમારને મળ્યા તે દિવસે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જાહેરાત કરી હતી કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમની સાથે કામ કરશે. પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ચૂંટણીની રણનીતિ પર પણ કામ કરી રહ્યા છે.

હવે બિહારમાં એનઆરસી લાગુ નહીં પડે!

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંત કિશોર અને નીતીશ કુમાર વચ્ચેની વાતચીતમાં પણ એનઆરસીનો મામલો ઉભો થયો છે. કિશોર વતી મામલો ઉઠાવતાં નીતિશ કુમારે તેમને ખાતરી આપી હતી કે બિહારમાં આ લાગુ નહીં પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમાર આગામી કેટલાક દિવસોમાં જાહેરમાં તેની જાહેરાત પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકત્વ સુધારણા સામે આસામ ગયેલા કેટલાક પક્ષોમાં નીતીશ કુમારનો પક્ષ હતો અને ત્યાં વિરોધ પક્ષોના સમર્થનમાં બહાર આવ્યા હતા. જો કે, નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યા પછી, જો નીતિશ કુમારે હવે એનઆરસીનો વિરોધ કર્યો છે, તો તે બીજો નવો રાજકીય રંગ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.