Not Set/ જેટ એરવેઝે અટકાવ્યું કર્મચારીઓનું ઓગસ્ટ મહિનાની અડધી સેલેરીનું પેમેન્ટ, માંગ્યો સમય

જેટ એરવેઝ ફરીએકવાર સેલેરી ચુકવવામાં નાકામ રહી છે. ઓગસ્ટ મહિનાનો અડધો જ પગાર કંપની ચૂકવી શકી છે. જયારે કંપની પાઈલોટ, એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જીનીયર્સ  (AMEs) અને બીજા સીનીયર લેવલના કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો આખો પગાર આપી શકી નથી અને માત્ર અડધા પગારનું જ પેમેન્ટ કર્યું છે. જેટ એરવેઝના સ્પોક્સપર્સને જણાવ્યું હતું કે કંપનીએ પાઈલોટ ,એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જીનીયર્સ  […]

Top Stories India Business
jet airline જેટ એરવેઝે અટકાવ્યું કર્મચારીઓનું ઓગસ્ટ મહિનાની અડધી સેલેરીનું પેમેન્ટ, માંગ્યો સમય

જેટ એરવેઝ ફરીએકવાર સેલેરી ચુકવવામાં નાકામ રહી છે. ઓગસ્ટ મહિનાનો અડધો જ પગાર કંપની ચૂકવી શકી છે. જયારે કંપની પાઈલોટ, એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જીનીયર્સ  (AMEs) અને બીજા સીનીયર લેવલના કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો આખો પગાર આપી શકી નથી અને માત્ર અડધા પગારનું જ પેમેન્ટ કર્યું છે.

જેટ એરવેઝના સ્પોક્સપર્સને જણાવ્યું હતું કે કંપનીએ પાઈલોટ ,એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જીનીયર્સ  (AMEs) અને બીજા સીનીયર લેવલના કર્મચારીઓની ઓગસ્ટ મહિનાની પેન્ડીંગ રહેલી સેલેરીના બીજા ઇન્સ્ટોલમેન્ટને અટકાવી દીધું છે.

બુધવારે એક સ્ટેટમેન્ટમાં એરલાઈનનાં સ્પોક્સપર્સને જણાવ્યું હતું કે, ‘એરલાઈ દ્વારા પેમેન્ટ માટેની રીવાઈસ્ડ ડેટ આપવામાં આવી છે અને લાગતા વળગતાં કર્મચારીઓને એનાં વિષે જણાવ્યું છે.’

આ ઉપરાંત સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘મેનેજમેન્ટ થઇ રહેલી અગવડતાઓ માટે માફી માંગે છે અને તેઓ એમનાં કર્મચાર્રીઓની પ્રશંશા પણ કરે છે એમનાં નિરંતર સપોર્ટ અને સમજદારી માટે.’

રીપોર્ટ અનુસાર જેટ એરવેઝે પોતાનાં એમ્પ્લોયસ પાસેથી વધુ 10 દિવસ માંગ્યા છે એમની ઓગસ્ટ સેલેરીનો 25% હિસ્સો ચુકવવા માટે.

11 સપ્ટેમ્બરે કંપનીએ ઓગસ્ટ મહિનાની સેલેરીના 50% ચૂકવી દીધા હતા એમનાં કર્મચારીઓને અને બાકીની અડધી સેલેરી તેઓ બીજે દિવસે ચૂકવવાના હતાં પરંતુ કંપની તે બાકી રહેલી સેલેરી ચુકવવામાં નિષ્ફળ રહી હતી.