Viral video/ જેઠાલાલ અને ચંપકચાચાએ ‘લિફ્ટ કરા દે’ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશાં હેડલાઇન્સમાં બની રહે છે. હવે પૂરી ગોકુલધામ સોસાયટી સોની એન્ટરટેનમેન્ટનાં લોકપ્રિય ડાન્સ રિયાલિટી ટીવી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ પર પહોંચી હતી. આ દરમિયાન, કલાકારોએ ડાન્સ શો નાં સ્પર્ધકો સાથે ખૂબ મસ્તી કરી હતી. તાજેતરમાં, શો દરમિયાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોરિયોગ્રાફર […]

Videos
sss 33 જેઠાલાલ અને ચંપકચાચાએ 'લિફ્ટ કરા દે' ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશાં હેડલાઇન્સમાં બની રહે છે. હવે પૂરી ગોકુલધામ સોસાયટી સોની એન્ટરટેનમેન્ટનાં લોકપ્રિય ડાન્સ રિયાલિટી ટીવી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ પર પહોંચી હતી. આ દરમિયાન, કલાકારોએ ડાન્સ શો નાં સ્પર્ધકો સાથે ખૂબ મસ્તી કરી હતી. તાજેતરમાં, શો દરમિયાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોરિયોગ્રાફર અમન અને સાગર સ્ટેજ પર ‘બાપુજી’ અને ‘જેઠાલાલ’ નાં અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે.

વીડિયોમાં ‘બાપુજી’ અને ‘જેઠાલાલ’ ‘લિફ્ટ કરા દે ગીત’ પર ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે. વળી શો માં હાજર અસલી બાપુજી અને જેઠાલાલ સ્પર્ધકોનું પ્રદર્શન જોઇને એટલા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યુ કે, “આ લોકોએ અમને હસાવી હસાવીને થકાવી દીધા.” આ પછી, તે બંને સ્ટેજ પર પોતાનું પ્રખ્યાત સિગ્નેચર સ્ટેપ ભરે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ગત મહિને 3 હજાર એપિસોડ પૂર્ણ થયા છે. આ પ્રસંગે, પૂરી ટીમ ઉજવણી કરી રહી છે. તારક મહેતાની પૂરી ટીમ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ શો નાં મુખ્ય સુત્રધાર ભારતી સિંહ અને હર્ષ લિમ્બચિયા, જજ અભિનેત્રી મલાઇકા અરોરા. કોરિયોગ્રાફર ગીત કપૂર અને ટેરેંસ લુઇસની સાથે પોતાની આ સફળતાની ઉજવણી કરતા જોવા મળશે.