Not Set/ જેતપુર/ ફરી એક વખત વ્યાજખોરોએ એક યુવકનો ભોગ લીધો

જેતપુરના વધુ એક યુવકે  વ્યાજખોરોના ત્રાસથી  આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવી દીધું છે.  વ્યાજખોર રોજ ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આત્માહત્યા કરી હોવાનું મૃતકના પિતાએ આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, પૂરા નાણાં ચુકવી દીધા હોવા છતા પણ વ્યાજખોરો દ્વારા ઉઘરાણી કરીને ત્રાસ અપાતો હતો.  જેના કારણે યુવકે પોતાનું જીવ ટુંકાવી દીધું છે. […]

Gujarat Rajkot
જેતપુર જેતપુર/ ફરી એક વખત વ્યાજખોરોએ એક યુવકનો ભોગ લીધો

જેતપુરના વધુ એક યુવકે  વ્યાજખોરોના ત્રાસથી  આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવી દીધું છે.  વ્યાજખોર રોજ ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરતા હોવાથી આત્માહત્યા કરી હોવાનું મૃતકના પિતાએ આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, પૂરા નાણાં ચુકવી દીધા હોવા છતા પણ વ્યાજખોરો દ્વારા ઉઘરાણી કરીને ત્રાસ અપાતો હતો.  જેના કારણે યુવકે પોતાનું જીવ ટુંકાવી દીધું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના ફૂલવાડી રામજી મંદિર વિસ્તારમાં રહેતા સુનીલ ગોરધનભાઈ સોલંકી ઉ. ૨૩ નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. પોતાના જ સંબંધી ના નવા બની રહેલા મકાનમાં ઝેરી સોડીયમ પી જઈ ને જીવન નો અંત આણ્યો છે.

આ ઘટનાની જાન પોલીસ ને થતા જ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકની લાશને PM માટે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.

મૃતક સુનીલના પપ્પાના જણાવ્યા અનુસાર સુનીલે વ્યાજે પૈસા લીધા હતા. તે ચૂકવી દેવા છતાય વ્યાજખોરો દ્વારા ઘરે આવીને કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. અને તેમના ત્રાસ થી જ મારા દીકરાએ આ પગલું ભર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.