Not Set/ ફાયરીંગ/ બે વીડિયો વાઇરલ થતાં હોબાળો, કેમ મળી જાય છે આવા લોકોને લાયસન્સ

દેશ અને ખાસ કરીને ગુજરાતની કાનુન અને વ્યાવસ્થા મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વારંવાર કોઇને કોઇ વાંધા જનક ઘટના સામે આવી રહી છે. ક્યારેક રેપ, ક્યારેક લૂંટ ક્યારેક મારામારી તો ક્યારેક ફાયરીંગની ઘટના હાલ ગુજરાતમાં સામાન્ય થઇ પડી છે. દેશનો કોઇ પ્રાંત ગુજરાત જેવો બને કે કેમ તે સવાલ છે, પરંતુ ગુજરાત દેશનાં […]

Rajkot Gujarat Others
In Vinchhiya, Rajkot, Father fired on his son, Police arrested the father

દેશ અને ખાસ કરીને ગુજરાતની કાનુન અને વ્યાવસ્થા મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વારંવાર કોઇને કોઇ વાંધા જનક ઘટના સામે આવી રહી છે. ક્યારેક રેપ, ક્યારેક લૂંટ ક્યારેક મારામારી તો ક્યારેક ફાયરીંગની ઘટના હાલ ગુજરાતમાં સામાન્ય થઇ પડી છે. દેશનો કોઇ પ્રાંત ગુજરાત જેવો બને કે કેમ તે સવાલ છે, પરંતુ ગુજરાત દેશનાં અનેક બદનામ સ્ટેટ જેવું બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે તે વાત આ કારનામાથી પ્રતિત થાય છે. જી હા આજે પણ રાજ્યમાં ફાયરીંગની ઘટનાનાં એક નહી પણ બ બે વીડિયો વાઇરલ થતા હોબાળો મચ્યો છે.

આપને જણાવી દઇએ કે ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. ધાર્મિક શોભાયાત્રામાં ફાયરીંગ કરવામાં આવી રહેલો આ વીડિયો વાયરલ ભક્ત સિરોમણી જલારામબાપની જન્મ જયંતીનો હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે. તો આ ફાયરીંગ પણ તાલાલા ભાજપનાં આગેવાન દ્વારા થઈ રહ્યું છે. ભાજપનાં ભાનભૂલેલા આ આગેવાન જલારામ બાપાના શોભાયાત્રામાં જોડાયા હતા અને  રામ નામને સિધ્ધ કરનાર જલયાણની જન્મજયંતીની શોભાયાત્રામાં ભાજપ આગેવાન દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. ફાયરિંગ કરનાર તાલાલા નગરપાલિકાના ભાજપના વર્તમાન સભ્ય અમિત ઉનડકટ હોવાનું પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે સામે આવી રહ્યું છે. .

રાજ્યમાં ફાયરીંગની વાઇરલ થયેલી બીજી ઘટનાં સુરેન્દ્રનગર જીલ્લાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. દેશી બંદૂક વડે હવામાં ફાયરિંગ કરાતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જો કે, બનેં ઘટનામાં હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરનો વાઇરલ વીડિયો ગ્રામ્ય વિસ્તારનો હોવાની આશંકા છે. તેમ જ અલગ અલગ વ્યક્તિઓએ દેશી બંદૂક વડે હવામાં ફાયરીંગ કરી રહ્યાનું વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે.

હવામાં ફયરીંગ આમતો સામાન્ય વાત જણાય છે પરંતુ જો આવી ઘટનાને ડામવામાં ન આવે તો કાલે કોઇની ઉપર પણ નાળચૂ તંકાતા વાર ન લાગે. ખરેખર તો આવા સોટા પાડવાનાં સ્ટંટ રૂપૂી ફાયરીંગમાં સરકાર દ્વારા ફાયરીંગ કરનાર સામે તો કડક પગલા લેવા જ જોઇએ પરંતુ આવા લોકોને લાયસન્સ ઇસ્યૂ કરનારની સામે પણ પગલા લોવા જોઇએ તેવું વારંવાર બનતી આવી ઘટનાથી પ્રતિત થઇ રહ્યું છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.