Not Set/ આવી રીતે કરી રહ્યા છે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી વેચવાનું કૌભાંડ

જેતપુર, જેતપુરમાં ચાલી રહ્યું છે લોકોને આપવામાં આવતા પાણી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર નગર પાલિકાના સુધરાઇ ખાતાના કેટલાક કર્મચારીઓ દ્વારા બેધડક રીતે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી ચોરી કરે છે અને એ પાણી બારોબાર વેચી નાખે આવો આક્ષેપ પાલિકાના જ  સભ્યો કરી રહ્યા છે. જેતપુરના ધોરાજી રોડ પર ફાયર સ્ટેશન આવેલું […]

Top Stories Others Trending
surat 16 આવી રીતે કરી રહ્યા છે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી વેચવાનું કૌભાંડ

જેતપુર,

જેતપુરમાં ચાલી રહ્યું છે લોકોને આપવામાં આવતા પાણી વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર નગર પાલિકાના સુધરાઇ ખાતાના કેટલાક કર્મચારીઓ દ્વારા બેધડક રીતે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી ચોરી કરે છે અને એ પાણી બારોબાર વેચી નાખે આવો આક્ષેપ પાલિકાના જ  સભ્યો કરી રહ્યા છે.

surat 18 આવી રીતે કરી રહ્યા છે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી વેચવાનું કૌભાંડ

જેતપુરના ધોરાજી રોડ પર ફાયર સ્ટેશન આવેલું છે. શહેરમાં કોઈ સ્થળે આગ લાગે તો એ આગ ઠારવા માટે અહીં રાખવામાં આવેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

surat 19 આવી રીતે કરી રહ્યા છે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી વેચવાનું કૌભાંડ

ફાયર ફાયટરોને પાણી ભરવા માટે સુધરાઇના મુખ્ય ટાંકામાથી સીધું પાણીનું કનેકશન આપવામાં આવેલું છે. જેથી ચોવીસ કલાક આ ફાયર સ્ટેશનને પાણી મળી રહે. આ ઉપરાંત શહેરના અવેડા, સુધરાઇના રસ્તા વગેરેના ચાલતા કામો માટે પણ સુધરાઇના ટેન્કરો અહીંથી પાણી ભરે છે.

surat 17 આવી રીતે કરી રહ્યા છે ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ભરીને ખુલ્લેઆમ પાણી વેચવાનું કૌભાંડ

ત્યારે અહી ચોવીસ કલાક પાણી મળતું હોવાથી સુધરાઇના કેટલાક સભ્યોને મોકળું મેદાન મળી ગયું છે. ગૌશાળા કે કથા માટે પાણી જોઈએ છે તેવા બહાના હેઠળ કેટલાક સુધરાઇ સભ્યો અહીંથી પાણી ભરી જાય છે અને એ ટેન્કરોનું પાણી સાડીના કારખાનામાંઓમાં વેચીને રોકડી કરી લે છે. કદાચ કોઇ તપાસ આવે તો દેખાવ માટે એકાદ પાસ કઢાવે છે. આ અંગે પાલિકાના અપક્ષ સભ્યએ લેખિતમાં પાલિકાના અધિકારીને જાણ કરી છે. ત્યારે ચીફ ઓફીસર જણાવે છે કે આ અંગે તેમણે સૂચના આપી છે. જો કે સૂચનાનો અમલ થઈ રહ્યો હોય એમ હજુ સુધી તો નથી દેખાતું. ફાયર સ્ટેશન માથી આ રીતે પાણી ચોરી થઇ રહી છે તે બંધ કરાવવા લોકોની માંગ છે.