National News/ ‘ટૂ-ફિંગર ટેસ્ટ’ સ્ત્રીઓની નિજતા વિરૂદ્ધ છે, ઝારખંડ હાઈકોર્ટે મેડિકલ તપાસ પર લગાવ્યો કાયમી બેન

ઝારખંડ હાઈકોર્ટે દેશની તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં બ્રિટિશ કાળથી ચાલતા વિવાદાસ્પદ ‘ટૂ-ફિંગર ટેસ્ટ'(Two Finger Test) પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. નારી સન્માન માટે કોર્ટના અન્ય આદેશો વિશે વાંચો.

NATIONAL Top Stories India
Two Finger Test

Jharkhand High Court Two Finger Test Ban 2026: ભારતમાં બ્રિટિશ કાળ (અંગ્રેજોના શાસન) થી ચાલી આવતી કેટલીક એવી કુપ્રથાઓ આજે પણ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે, જેને ક્યારનીયે નાબૂદ કરી દેવાની જરૂર હતી. આવી જ એક વિવાદાસ્પદ અને અમાનવીય પ્રથા એટલે ‘ટૂ-ફિંગર ટેસ્ટ’ (Two-Finger Test). આ મામલે ઝારખંડ હાઈકોર્ટે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે રાજ્ય સરકારને કડક આદેશ આપ્યો છે કે, રાજ્યની તમામ સરકારી અને ખાનગી (પ્રાઇવેટ) હોસ્પિટલોમાં આ અમાનવીય ટેસ્ટને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે.

Two Finger Test

શું છે આ વિવાદાસ્પદ ‘Two Finger Test’?

અંગ્રેજોના સમયથી ચાલી આવતી આ પ્રક્રિયાને હિન્દીમાં ‘કૌમાર્ય પરીક્ષણ’ (Virginity Test) પણ કહેવામાં આવે છે.

આ એક અત્યંત જૂની અને વિવાદાસ્પદ (Two Finger Test) તબીબી પદ્ધતિ છે, જેમાં ડૉક્ટર પીડિતાના ગુપ્તભાગની બે આંગળીઓ વડે તપાસ કરીને એવો અંદાજ લગાવવાનો પ્રયાસ કરતા હતા કે તે પહેલાથી જાતીય સંબંધોની આદત ધરાવે છે કે નહીં.

આ ટેસ્ટ દ્વારા હાઇમેનની સ્થિતિ તપાસીને મહિલા ‘વર્જિન’ છે કે નહીં તે નક્કી કરવાનો દાવો કરાતો હતો.

અંગ્રેજો દ્વારા વિકસાવવામાં આવેલી ન્યાયિક તપાસ પ્રક્રિયામાં તેને એક મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવતો હતો, જે વાસ્તવમાં પીડિતાને માનસિક રીતે ફરીથી પ્રતાડિત કરવા સમાન છે.

રેપ પીડિતાઓ સાથે જોડાયેલી અરજી પર હાઈકોર્ટના કડક નિર્દેશો

ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ. એસ. સોનાક અને જસ્ટિસ રાજેશ શંકરની ખંડપીઠ બળાત્કાર પીડિતાઓના સંરક્ષણ અને પુનર્વસન સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન અદાલતે મહિલાઓના સન્માન માટે નીચે મુજબના કડક આદેશો જાહેર કર્યા છે:

ઝીરો FIR અને ત્વરિત તપાસ: જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓની સુરક્ષા માટે સૌથી પહેલા ‘ઝીરો એફઆઈઆર’ (Zero FIR) દાખલ થવી જોઈએ અને તેને સંબંધિત પોલીસ સ્ટેશને મોકલવી જોઈએ. જો કોઈ પોલીસ અધિકારી આમાં બેદરકારી દાખવશે તો તેની સામે કાનૂની અને વિભાગીય કાર્યવાહી થશે. પીડિતાની તબીબી તપાસ અને નિવેદન નોંધવામાં થતી મોડાઈ બિલકુલ ચલાવી લેવાશે નહીં.

ડૉક્ટરો સામે એક્શન: જો કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટર અથવા પેરામેડિકલ સ્ટાફ પીડિતાનો ‘ટૂ-ફિંગર ટેસ્ટ'(Two Finger Test) કરતા પકડાશે, તો તેને પ્રોફેશનલ ગેરવર્તણૂક (Professional Misconduct) ગણીને તેની સામે કડક વિભાગીય અને ગુનાહિત એક્શન લેવાશે.

મીડિયા પર સખત પ્રતિબંધ: અદાલતે તમામ મીડિયા પ્લેટફોર્મ્સ (પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા) ને સખત તાકીદ કરી છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં દુષ્કર્મ પીડિતાનું નામ, ફોટો કે તેની ઓળખ જાહેર ન કરે.

Two Finger Test

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું કહે છે?

આ મામલે દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) પહેલાથી જ કડક વલણ અપનાવી ચૂકી છે. વર્ષ 2013 માં જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પીડિતા પર કરવામાં આવતો ટૂ-ફિંગર ટેસ્ટ(Two Finger Test) મહિલાની પ્રાઇવસી (નિજતા) અને સન્માનના અધિકારનું સરેઆમ ઉલ્લંઘન છે.

ત્યારબાદ વર્ષ 2022 માં તત્કાલીન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આનાથી પણ એક ડગલું આગળ વધીને આ પ્રથાને મેડિકલ કોલેજોના અભ્યાસક્રમ (Syllabus) માંથી જ કાયમી ધોરણે બહાર ફેંકી દેવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હતો. ભારતીય ન્યાય વ્યવસ્થાના આ નિર્ણયો સાબિત કરે છે કે નારીના આત્મસન્માનની રક્ષા માટે કાયદો સંપૂર્ણ સંવેદનશીલ છે.


આ પણ વાંચો: ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

આ પણ વાંચો:જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને કેસમાં મોટી રાહત, હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનની તબિયત બગડતા હોસ્પિટલમાંં દાખલ કરાયા