Vadodara News/ ઝારખંડના મંત્રીનું નિવેદન: ‘ગુજરાતમાંથી પરપ્રાંતીય જતા રહેશે તો ગુજરાતમાં ધંધા ઠપ્પ થશે’, ઝઘડિયા દુષ્કર્મ પીડિતાને સહાય કરી

વડોદરાના ઝઘડિયામાં 9 વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મ બાબતે, ઝારખંડના મંત્રીએ દુષ્કર્મ પીડિતાને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય અને 50 હજાર રૂપિયાની સારવાર માટેની રકમ આપી.

Gujarat Vadodara Breaking News

Vadodara News : ઝઘડિયામાં થયેલા દુષ્કર્મના ચોંકાવનારા બનાવ પર ઝારખંડના દીપિકા પાંડે સિંહ, પંચાયતી રાજ મંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 9 વર્ષની બાળકી સાથે થયેલા આ અત્યાચારને ખૂબ જ ગંભીર ગણાવતા મંત્રીએ પીડિતાને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય અને 50 હજાર રૂપિયાની સારવાર માટેની રકમ આપી છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, જો પીડિતાને વધુ સારવારની જરૂર પડશે તો તેમને એરલિફ્ટ કરવા માટે તૈયાર છે. જોકે, તબીબોએ જણાવ્યું છે કે બાળકીની સારવાર અહીં જ શક્ય છે.આ ઘટનાને પગલે મંત્રીએ ગુજરાતમાં મોટી સંખ્યામાં આવી રહેલા પરપ્રાંતિયોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ગુજરાત સરકારે પરપ્રાંતિયો માટે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા કરવી જરૂરી છે. મંત્રીએ એમ પણ ઉમેર્યું છે કે જો ગુજરાતમાંથી ઝારખંડના પરપ્રાંતિયો પાછા જાય તો અહીંના ધંધા-રોજગાર પર માઠી અસર પડશે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે અને લોકોમાં રોષની ભાવના જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં આરોપીઓ એક ફોન કોલને કારણે ઝડપાઈ ગયા

આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો