Not Set/ પોલીસે સુલતાન ખાન ગેંગના સાગરિત બકુ ખાનને કાયદાનું કરાવ્યું ભાન

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર સુલ્તાન ખાન ગેંગની ધરપકડ બાદ પોલીસે તેનાં મુખ્ય સાગરીત અને તેના કાળા કામની સંભાળ રાખતા બકુખાન ઉર્ફે બક સૈયદ સામે કાર્યવાહી હાથ ધરી છે.. ગુજસીટોકમાં આરોપી બકુ ખાન છેલ્લાં ધણા સમયથી ફરાર છે ત્યારે પોલીસે અને કોર્પોરેશને તેની ગેરકાયદેસર મીલ્કત સામે તવાઈ બોલાવી છે.. […]

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આતંક મચાવનાર સુલ્તાન ખાન ગેંગની ધરપકડ બાદ પોલીસે તેનાં મુખ્ય સાગરીત અને તેના કાળા કામની સંભાળ રાખતા બકુખાન ઉર્ફે બક સૈયદ સામે કાર્યવાહી હાથ ધરી છે.. ગુજસીટોકમાં આરોપી બકુ ખાન છેલ્લાં ધણા સમયથી ફરાર છે ત્યારે પોલીસે અને કોર્પોરેશને તેની ગેરકાયદેસર મીલ્કત સામે તવાઈ બોલાવી છે..

સુલ્તાનખાન ગેંગના ખજાનચી સામે કાર્યવાહી

બકુખાન સૈયદની સામે કડક કાર્યવાહી

ગેરકાયદેસર દુકાનો અને ઓફિસ તોડી પડાઈ

AMC અને પોલીસની સંયુક્ત કામગીરી

ગુજસિકોટક ગુનામાં ફરાર છે બકુ ખાન 

અમદાવાદનાં જુહાપુરા, વેજલપુર સહિતનાં વિસ્તારોમાં લૂંટ હત્યા, અપહરણ, લોકોની જમીન ગેરકાયદેસર રીતે પડાવી પાડવા જેવા અનેક ગુનાઓ આચરતી સુલતાન ખાન ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરીને જેલહવાલે કર્યો હતો.. પરંતુ તેની કાળી કમાણીનો હિસાબ રાખનાર ખજાનચી બકુખાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે તેની લોકો પાસેથી જબરદસ્તી પડાવી પાડેલી મિલ્કતોને ટાંચમાં લીધી છે.. ફતેવાડીમાં બકુ ખાનની 5 દુકાનો તેમજ ઓફિસને AMC એ પોલીસ સાથે મળીને જમીન દોસ્ત કરી હતી..

અમદાવાદનાં ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જ્યારથી વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે ત્યારથી જુહાપુરા અને આસપાસનાં વિસ્તારનાં અસામાજીક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.. થોડા દિવસો પહેલા નજીર વોરા સામે પણ કાર્યવાહી કરવામાં આવી અને 3 મહિનાં પહેલા તેનાં પણ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા ત્યારે આજે વેજલપુર, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં 150 થી પણ વધુ પોલીસકર્મીઓનાં બંદોબસ્ત સાથે ખુદ ડીસીપીએ હાજર રહીને બકુખાન જે જગ્યાએ બેસીને પોતાની ગેરકાયદેસર કામગીરીનો નેટવર્ક ચલાવતો હતો તે ઓફિસ પણ તોડી પાડવામાં આવી હતી..

મહત્વનુ છે કે બકુ ખાનનું આલીશાન મકાન પણ ફતેવાડીમાં આવેલુ છે ત્યારે તે મકાન પણ પોલીસે કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.. ત્યારે ગુજસીટોક જેવા ગુનામાં ફરાર બકુખાન પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે તે જોવાનુ રહ્યુ…