સોમવારે દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ કુલપતિ નઝમા અખ્તરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને ગયા મહિને કેમ્પસમાં થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરી હતી. વીસી નઝમા અખ્તરે જણાવ્યું હતું કે, આવતીકાલથી જ કાર્યવાહી કરવામાં આવશે. વીસી નજમા અખ્તર લગભગ બે કલાકના વિદ્યાર્થી પ્રદર્શન પછી બહાર આવ્યા હતા અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનાં તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી વચ્ચે જઇને આપ્યા હતા.
જામિયામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યા બાદ કુલપતિ નઝમા અખ્તરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, અમે જામિયા હિંસા મામલામાં એફઆઈઆર નોંધાવી હતી, પરંતુ હજી સુધી તે લેવામાં આવી નથી. અમે સરકારી કર્મચારી હોવાથી આગળ કશું કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમે આ મામલે સરકાર સમક્ષ વાંધો નોંધાવ્યો છે. જો જરૂર પડે તો અમે કોર્ટમાં પણ જઈશું.
Jamia Millia Islamia (JMI) Vice Chancellor Najma Akhtar on December 15 incident while speaking to students: Delhi Police entered the campus without permission and the process of filing an FIR against Delhi Police will begin from tomorrow. pic.twitter.com/7BC8rfsU0z
— ANI (@ANI) January 13, 2020
એફઆઈઆરના સવાલ પર નઝમા અખ્તરે કહ્યું કે એફઆઈઆરની કાર્યવાહી આવતીકાલથી શરૂ થશે. વિદ્યાર્થીઓએ પૂછપરછ કરતાં તેઓએ કહ્યું કે અમે એફઆઈઆર નોંધવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તે થવા દીધું નહીં. પરંતુ હવે અમે એફઆઈઆર નોંધીશું અને તેની કાર્યવાહી આવતીકાલથી શરૂ થશે.
નોંધપાત્ર વાત એ છે કે, નાગરિકતા સુધારા અધિનિયમ અંગેના પ્રદર્શન દરમિયાન દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં હિંસા થઈ હતી. જે બાદ પોલીસે કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને વિરોધીઓને માર માર્યો હતો. પોલીસની આ કાર્યવાહી સામે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. હિંસામાં ચાર ડીટીસી બસો, 100 વ્યક્તિગત વાહનો અને 10 પોલીસ મોટરસાયકલોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમણે વિરોધીઓને “ઉશ્કેરણી” કરવા છતાં “મહત્તમ સંયમ, લઘુતમ બળ” નો ઉપયોગ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
