Not Set/ JNU હિંસા પર અભિનેત્રી સની લિયોને બોલી – કોઇ તો જવાબ હશે હિંસા વિના

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા અંગે અત્યાર સુધી ઘણા સેલેબ્સે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચુક્યા છે. અભિનેત્રી સન્ની લિયોને હવે આ મામલે મૌન તોડ્યું છે. તેમણે ગુરુવારે જેએનયુમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોઈ હિંસા વિના સમસ્યાઓનાં નિરાકરણો શોધવા જોઈએ. જ્યારે સનીને સવાલ પૂછવામાં આવ્યો હતો […]

India
Sunny Leone says about JNU JNU હિંસા પર અભિનેત્રી સની લિયોને બોલી - કોઇ તો જવાબ હશે હિંસા વિના

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા અંગે અત્યાર સુધી ઘણા સેલેબ્સે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચુક્યા છે. અભિનેત્રી સન્ની લિયોને હવે આ મામલે મૌન તોડ્યું છે. તેમણે ગુરુવારે જેએનયુમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં કોઈ હિંસા વિના સમસ્યાઓનાં નિરાકરણો શોધવા જોઈએ.

Image result for jnu violence

જ્યારે સનીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જેએનયુમાં જે બન્યું તેના વિશે તે શું વિચારે છે. સની લિયોને આ મામલે કહ્યું, ‘મને લાગે છે કે સૌથી મોટો મુદ્દો જેના પર હું બોલવા માંગું છું તે હિંસા છે. હું હિંસામાં માનતી નથી. હું માનું છું કે કોઈ તો જવાબ હશે હિંસા વિના. સનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.

Image result for jnu violence

38 વર્ષીય અભિનેત્રી સન્નીએ કહ્યું કે, ‘હું તે મુદ્દા પર લોકો નહી બોલુ જે મુદ્દે લોકો લડી રહ્યાં છે. પરંતુ હું હિંસાની વિરુદ્ધ બોલીશ, કારણ કે હિંસા માત્ર હુમલો કરનાર વ્યક્તિને જ અસર કરતી નથી, પરંતુ તેનાથી પરિવારને પણ નુકસાન થાય છે. આ તે યુવાનોનો પણ વિચાર છે જે હવે આ દુનિયામાં સલામત હોવાની અનુભૂતી નથી કરતા. હું દરેકને વિનંતી કરું છું કે હિંસા બંધ કરો અને કોઈને ઇજા પહોંચાડ્યા વિના સમાધાન શોધવાનો પ્રયત્ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.