Not Set/ જો બાઇડેનને લાઇવ ટીવી પર લગાવાઇ કોરોના વેક્સીન, લોકોને કરી આ અપીલ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલા ડેમોક્રેટ જો બાઇડેને પોતાને કોરોના વાયરસની રસી લગાવી અને તેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. જો બાઇડેને કોરોનાની રસી માટે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે….

Top Stories World
zzas 92 જો બાઇડેનને લાઇવ ટીવી પર લગાવાઇ કોરોના વેક્સીન, લોકોને કરી આ અપીલ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનેલા ડેમોક્રેટ જો બાઇડેને પોતાને કોરોના વાયરસની રસી લગાવી અને તેની જાહેરાત ટ્વિટર પર કરી હતી. જો બાઇડેને કોરોનાની રસી માટે વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે અને અમેરિકાની જાહેર જનતાને કહ્યું છે કે, આ ક્ષણે ગભરાવાની જરૂર નથી અને રસી ઉપલબ્ધ થશે કે તુરંત જ બધાને પૂરી પાડી દેવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને બાઇડેન આવતા મહિને રાષ્ટ્રપતિ પદનાં શપથ લેશે.

अमेरिका: जो बाइडेन ने लाइव टीवी पर लगवाई कोरोना वैक्सीन, देशवासियों के लिए संदेश - US President elect Joe Biden gets Pfizer Corona Vaccine dose on live TV - AajTak

યુનાઇટેડ સ્ટેટ્સનાં આગામી રાષ્ટ્રપતિ, જો બાઇડેને સોમવારે કોવિડ-19 રસી વિશે અમેરિકન લોકોમાં વિશ્વાસ વધારવા માટે લાઇવ ટીવી પર પોતે રસી લગાવી હતી. ડેલાવેરમાં નેવાર્કની ક્રિસ્ટીના હોસ્પિટલમાં 78 વર્ષીય બાઇડેનને ફાઈઝરની રસી લગાવાઇ હતી. તેમની ટ્રાંજિક્શન ટીમે જણાવ્યું હતું કે, તેની પત્ની જિલ બાઇડેનને પણ આ રસી અગાઉ લગાવી હતી. બાઇડેને અમેરિકન લોકોને કહ્યું કે, ‘લોકોને રસીકરણ વિશે ચિંતા કરવાની જરૂર નથી’, અને તે સમય માટે તેઓ માસ્ક લગાવતા રહે અને ‘નિષ્ણાતોની વાત સાંભળો.’ આપને જણાવી દઈએ કે, અમેરિકામાં વેક્સીન લગાવવાની દિશામાં જો અને જિલ બાઇડેન આગામી ઉચ્ચ પ્રોફાઇલ રાજકીય લોકો છે, ટ્રમ્પ વહીવટ પહેલાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને તેમની પત્નીને પણ ગયા અઠવાડિયે રસી અપાઇ હતી. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે હજી સુધી રસીકરણમાં ભાગ લીધો નથી. કોરોનાવાયરસ અમેરિકામાં અત્યાર સુધીમાં 3,18,000 લોકોનો જીવ લઇ ચુક્યુ છે.

Why bother?': Biden, Trump advisers see little value in White House meeting - POLITICO

ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થઇને ઠીક થઇ ચુક્યા છે, તે સંજોગોમાં તેઓ જણાવી રહ્યા છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી, તેમના શરીરમાં તેની સામે પ્રતિકાર વિકસિત થઇ ચુક્યો છે. જો કે, તેમણે તેમના વતી રસીકરણને પ્રોત્સાહન આપવાની અથવા તેના વિશે કોઈ ઝુંબેશ લેવાની કોઈ ચિંતા દર્શાવી નથી. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ આ મુદ્દાથી દૂર હોવાનું જણાય છે. બાઇડેને હમણા જ ફાઈઝરનાં બે ડોઝ રેજિમેન્ટનો પહેલો શોટ લીધો છે અને તેમણે કહ્યુ છે કે, તે આગામી શોટથી ઉત્સાહિત છે. બાઇડેન 20 જાન્યુઆરીએ ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ પદ સંભાળશે.

Corona Virus / છેલ્લાં સપ્તાહમાં અમેરિકામાં પ્રતિ 33 સેકન્ડે 1 નાગરિકનો કોર…

Covid19 / કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે આ દેશોમાં પણ ફેલાયો…

Corona Virus / યુરોપિયન યુનિયનના અનેક દેશો સાથે UKની વિમાની સેવા બંધ, ભારત …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો