પ્રતિબંધ/ જ્હોનસન એન્ડ જ્હોનસન રસી પર રોક લગાવવાની કરાઇ ભલામણ, જાણો શું છે કારણ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે હવે વેક્સિન પર દુનિયાભરનાં દેશો આશા રાખીને બેઠા છે. પરંતુ આ વચ્ચે સિંગલ ડોઝ રસી વિશેનાં જ્હોનસન એન્ડ જ્હોનસનને લઇને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories World
mmata 75 જ્હોનસન એન્ડ જ્હોનસન રસી પર રોક લગાવવાની કરાઇ ભલામણ, જાણો શું છે કારણ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે હવે વેક્સિન પર દુનિયાભરનાં દેશો આશા રાખીને બેઠા છે. પરંતુ આ વચ્ચે સિંગલ ડોઝ રસી વિશેનાં જ્હોનસન એન્ડ જ્હોનસનને લઇને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જ્હોનસન એન્ડ જ્હોનસનની રસી પર રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે.

ગંભીર સ્થિતિ / દેશમાં કોરોનાની બેકાબુ ગતિ, નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

લોહી ગંઠાઈ જવાના અહેવાલોને પગલે જ્હોનસન એન્ડ જ્હોનસન રસીને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરવાની ભલામણ કરવામાં આવી છે. અમેરિકાની રોગ નિયંત્રક અને ડિસીઝ કંટ્રોલ કેન્દ્ર એટલે કે સીડીસી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ એક સંયુક્ત નિવેદનમાં જાહેર કર્યુ છે, જેમા જ્હોનસન એન્ડ જ્હોનસન વેક્સિન પર અસ્થાયી રોક લગાવાની ભલામણ કરવામા આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સની સીડીસી અને એફડીએએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે, રસીકરણનાં થોડા દિવસ પછી, 6 મહિલાઓનાં લોહી ગંઠાઈ જવા અને પ્લેટલેટની સંખ્યા ઘટવાનો રિપોર્ટ આવ્યો છે,  જેની તપાસ કરવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 68 લાખ લોકોને જ્હોનસન એન્ડ જ્હોનસનની રસી આપવામાં આવી છે અને તેનુ ટ્રાયલ ત્રણ મહાદ્વિપો પર કરવામાં આવ્યુ હતુ. અહેવાલમાં જણાવાયું છે કે ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે યુએસમાં કોરોના વાયરસથી પ્રભાવિત દર્દીઓમાં જ્હોનસન એન્ડ જ્હોનસનની રસી લગભગ 85.9% સલામત છે, દક્ષિણ આફ્રિકામાં 81.7% અને બ્રાઝિલમાં 87.6% પ્રભાવી છે. બ્રાઝિલનાં નવા કોરોના વાયરસનાં વેરિઅન્ટ સામે પણ આ રસી અસરકારક હતી. રિપોર્ટ અનુસાર, ટ્રાયલમાં માત્ર 2.3 ટકા જ ગંભીર સાઇડ ઇફેક્ટ દેખવામાં આવ્યા હતા.

ચિંતામાં વધારો / કોરોના વાયરસ સામે લડવા રેમડેસિવિર અસરકારક નહી : WHO

જ્હોનસન એન્ડ જ્હોનસન રસીને લઇને સૌથી મોટા સવાલ એ હતા કે શું આ રસી કોરોના વાયરસનાં જુદા જુદા સ્ટ્રેન સામે અસરકારક હતી કે કેમ. જેના પર કંપનીએ કહ્યું કે, જ્હોનસન એન્ડ જ્હોનસનની રસી દક્ષિણ આફ્રિકાનાં સ્ટ્રેન સામે 57% થી વધુ અસરકારક છે. જોકે આ આંકડો યુ.એસ. કરતા ઓછો હતો, પરંતુ એફડીએ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી કારણ કે યુ.એસ. માં લઘુત્તમ અસરકારક આંકડો સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. આ રસી વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે ફાઇઝર અને મોડર્ના રસીનાં બે ડોઝની આવશ્યકતા હોય છે, તો જ્હોનસન એન્ડ જ્હોનસન રસીનો માત્ર એક ડોઝ જરૂરી છે. તેથી, જ્હોનસન એન્ડ જ્હોનસન રસીનું ઉત્પાદન અને વિતરણ ઓછો ભાર આવે છે અને જેમને આ રસી મળે છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. આ કિસ્સામાં, જ્હોનસન એન્ડ જ્હોનસનની રસી પર હંગામી પ્રતિબંધ આંચકાથી ઓછુ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ