Drugs racket/ ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ ઔરંગાબાદ પંહોચી શંકાસ્પદ ફેકટરીના સ્થળ પર દરોડા પાડયા. સુરતની વ્યક્તિ સહિત બે કામદારોને પકડી કેમિકલનો જથ્થો જપ્ત કરી ફેક્ટરીઓ સીલ કરી

Ahmedabad Gujarat India
YouTube Thumbnail 48 3 ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. અમદાવાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો. બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હેઠળ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બે જગ્યામાંથી 23,000 લિટર કાચો માલ જપ્ત કરી સુરતના વ્યક્તિની અટકાયત કરી.

ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ જપ્ત કરેલ જથ્થામાં 23 કિલો કોકેઈન, લગભગ 16.7 કિલો મેફડ્રોન અને 4.3 કિલો કેટામાઈન જેવા રસાયણો હોવાનું સામે આવ્યું. આ રસાયણોનો ઉપયોગ કેટામાઈન, મેફેડ્રોન અને કોકેઈન બનાવવા માટે થવાનો હતો. નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની કુલ કિંમત 500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તેમને બાતમી મળતા બંને એજન્સીઓએ ઔરંગાબાદ પંહોચી શંકાસ્પદ ફેકટરીના સ્થળ પર નજર રાખી હતી. જેના બાદ શનિવારે ફેકટરીના સ્થાન પર દરોડા પાડી  આરોપી સહિત બે કામદારોને પકડયા. કેમિકલનો જથ્થો જપ્ત કરી ફેક્ટરીઓ સીલ કરી. દરોડામાં મહત્વની વ્યક્તિ કેમિકલ એન્જીનિયર છે. આ અટકાયત કરવામાં આવેલ કેમિકલ એન્જિનિયરની ઓળખ જીતેશ હિન્હોરિયા તરીકે કરવામાં આવી છે. કેમિકલ એન્જિનિયર જીજ્ઞેશ એક મહિનાથી કેટામાઈન અને મેફેડ્રોનનું ઉત્પાદન કરતો હતો અને કોકેઈનનું પ્રોસેસિંગ કરતો હતો.

ઔરંગાબાદની ફેકટરી પર દરોડા પાડી અટકાયત કરવામાં આવેલ સુરતનો જીજ્ઞેશે દોઢવર્ષ પહેલા ફાર્માસ્યુટિકલ ફર્મમાં કામની શરૂઆત કરી હતી. તેણે એક ફેક્ટરી સ્થાપવા માટે નોકરી છોડી અને ગેરકાયદેસર રીતે માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું, જીજ્ઞેશ કાચો માલ મુંબઈથી અને કલોલની છત્રાલ જીઆઈડીસીમાં આવેલી પેઢીમાંથી મેળવતો અને નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થો બનાવ્યા અને તેની પ્રક્રિયા કર્યા પછી, તે કોકેઈન મુખ્યત્વે મુંબઈમાં અને અન્ય સાયકોટ્રોપિક ડ્રગ્સ રતલામ, ઈન્દોર, દિલ્હી, ચેન્નાઈ અને સુરતમાં વેચાણ કરતો હતો.