હત્યા/ ઉત્તરપ્રદેશના સહાનપુરમાં પત્રકારની દિન દહાડે હત્યા,બે આરોપની પોલીસે કરી ધરપકડ

સહારનપુરમાં સુધીર સૈની નામના પત્રકારને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર લોકોના નિવેદનના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે

Top Stories India
murder ઉત્તરપ્રદેશના સહાનપુરમાં પત્રકારની દિન દહાડે હત્યા,બે આરોપની પોલીસે કરી ધરપકડ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સુધીર સૈની નામના પત્રકારને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર લોકોના નિવેદનના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને કાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પત્રકાર સુધીર સૈની બાઇક પર સહારનપુર જઈ રહ્યા હતા. ત્યારપછી તેની બાઇક પાછળથી આવતી કાર સાથે અથડાઈ હતી, ત્યારબાદ વિવાદ વધી ગયો હતો અને આરોપીઓએ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. પત્રકારની હત્યા બાદ સહારનપુર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

ઘટનાને અંજામ આપી આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મામલાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. સહારનપુરના એસપી સિટી રાજેશ કુમારે જણાવ્યું કે સુધીર સૈની એક અખબારમાં કામ કરતો હતો. તેમણે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજેશ કુમારે જણાવ્યું કે પોલીસ સ્ટેશન દેહત કોતવાલીના ચિલકાના રોડ પર ચિલકાનાના રહેવાસી સુધીર સૈની મોટરસાઇકલથી સહારનપુર તરફ આવી રહ્યા હતા. ત્યારબાદ અલ્ટો કાર સાથે નજીવી ટક્કર બાદ ઝઘડો થયો હતો અને કારમાં બેઠેલા લોકોએ સુધીરને માર માર્યો હતો. હુમલા દરમિયાન સુધીરને ઈજાઓ થઈ હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. સ્થળ પર કેટલાક લોકો હાજર હતા, જેમણે કારનો નંબર આપ્યો અને તેના આધારે તેમની ઓળખ થઈ. કાર કબજે કરવા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.