ન્યાય/ શ્રી કૃષ્ણના માખણની ચોરીની ઘટના વર્ણવી, કોર્ટમાં ન્યાયાધીશે કર્યો આવો નિર્ણય

કોર્ટમાં ન્યાયાધીશે સનાતન સંસ્કૃતિના આધાર તરીકે નિર્ણય આપ્યો,  બાળકને મીઠાઈ ચોરવાના આરોપમાંથી મુક્ત કરી દીધો.

Top Stories India Trending
sc 5 શ્રી કૃષ્ણના માખણની ચોરીની ઘટના વર્ણવી, કોર્ટમાં ન્યાયાધીશે કર્યો આવો નિર્ણય

બિહારમાં મિઠાઈ ચોરીના આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે જજે કહ્યું કે જ્યારે ભગવાન કૃષ્ણના માખણની ચોરી બાળ -લીલા હોઈ શકે, તો બાળકની મીઠાઈ ચોરીને ગુનો ન ગણવો જોઈએ. અને બાળકને  જજે નિર્દોષ જાહેર કર્યો હતો.

બિહારમાં, બિહારશરીફ જુવેનાઇલ ન્યાય પરિષદ (જેજેબી) ના મુખ્ય ન્યાયાધીશ માનવેન્દ્ર મિશ્રાએ સનાતન સંસ્કૃતિને આધાર ગણીને ચુકાદો આપ્યો છે. કિશોર પર મીઠાઈ ચોરવાનો આરોપ વર્ણવતા તેમણે કહ્યું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના માખણની ચોરી બાળ -લીલા હોઈ શકે છે, તો પછી બાળકની મીઠાઈ ચોરીને પણ ગુનો ન ગણવો જોઈએ. સમાજમાં બેવડા ધોરણો ન હોઈ શકે. અને તે પ એવા સંજોગોમાં જયારે બાળક ભૂખ્યો હતો અને ખાવા માટે કાઈ નાં હતું.

જજે આ કેસમાં હરનૌતના બાળ કલ્યાણ પોલીસ અધિકારી સામે કડક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આવા કેસમાં FIR નોંધાવવી જોઈએ નહીં. પોલીસ સ્ટેશનની સામાન્ય ડાયરીમાં ઘટનાની નોંધ કરીને આ બાબતનો ઉકેલ લાવવો જોઈએ. ન્યાયાધીશે ચોરીનો આરોપ લગાવનાર મહિલાના વકીલને પૂછ્યું કે જો તે મહિલાનું બાળક તેના પર્સમાંથી પૈસા ઉપાડી લે તો શું તે તેના બાળકને પોલીસને સોંપીને જેલમાં મોકલી દેત.

મીઠાઈ ખાવાનો અને મોબાઈલ ચોરવાનો આરોપ

આ મામલો નાલંદા જિલ્લાના હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચેરો ઓપી ગામ સાથે સંબંધિત છે. કિશોર પર આરોપ હતો કે તેણે એક મહિલા સુનિતા કુમારીના ઘરના  રેફ્રિજરેટરમાં રાખેલી મીઠાઈની ચોરી કરી હતી અને તેનો મોબાઈલ ફોન ઉપાડ્યો હતો. આ ઘટના આ મહિનાની 7 સપ્ટેમ્બરે બની હતી. 8 સપ્ટેમ્બરના રોજ બાળ કલ્યાણ પોલીસ અધિકારીએ તેને કિશોર કોર્ટમાં રજૂ કર્યો હતો. કિશોરે સ્વીકાર્યું કે તે ભૂખ્યો હતો. માટે મીઠાઈની ચોરી હતી અને ગેમ રમવા માટે મોબાઈલ ફોન લીધો હતો. કિશોર ભોજપુરના અરરા નજીકના ગામનો છે. પિતા બસ ડ્રાઈવર હતા, જેમની કરોડરજ્જુ માર્ગ અકસ્માતમાં તૂટી ગઈ હતી. તેઓ ચાલી શકતા નથી. ઘરમાં કમાનાર કોઈ નથી. માતા માનસિક રીતે બીમાર છે. દાદા -દાદી પણ મૃત્યુ પામ્યા છે. કિશોરના કહેવા અનુસાર તે તેના બનેવી ના ઘરે રહે છે.

જજે કહ્યું – કિશોરનું યોગ્ય રીતે ધ્યાન રાખવું જોઈએ

ન્યાયાધીશે બાળ સુરક્ષા એકમને કિશોરની સંભાળની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો. ભોજપુર બાળ કલ્યાણ એકમના મદદનીશ નિયામક અને બાળ કલ્યાણ અધિકારી વિનોદ ઠાકુરને કિશોરની યોગ્ય સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. મદદનીશ નિયામકે ન્યાયાધીશને ખાતરી આપી છે કે કિશોરની યોગ્ય કાળજી લેવામાં આવશે.

પંજાબ / પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ તેમની સુરક્ષા ઘટાડવાનો આદેશ આપ્યો, કહ્યું- મને કોણ મારશે.

જાતિ વસ્તી ગણતરી / OBC જાતિઓની ગણતરી કરવામાં આવશે નહીં, કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું