Not Set/ જુનાગઢ: કોંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા !, નટુ પોક્યાનો દાવો તમામ સભ્યો કોંગ્રેસમાં યથાવત

જુનાગઢ, જુનાગઢજિલ્લા પંચાયતના 15 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાના જવાહર ચાવડાના દાવાએ હડકંપ મચાવ્યો છે. જવાહન ચાવડાનું માનિયે તો જિલ્લા પંચાયતના પ્રમુખ વિરાભઆઈ કરમટા સહિત 15 સભ્યો તેમની સાથે ભાજપમાં જોડાયા છે. જવાહર ચાવાડા દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ જુનાગઢ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જો કે જુનાગઢ જિલ્લા પ્રમુખ નટુ પોક્યાએ જવાહર ચાવડાના […]

Top Stories Gujarat Others
mantavya 218 જુનાગઢ: કોંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા !, નટુ પોક્યાનો દાવો તમામ સભ્યો કોંગ્રેસમાં યથાવત

જુનાગઢ,

જુનાગઢજિલ્લા પંચાયતના 15 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાના જવાહર ચાવડાના દાવાએ હડકંપ મચાવ્યો છે. જવાહન ચાવડાનું માનિયે તો જિલ્લા પંચાયતના પ્રમુખ વિરાભઆઈ કરમટા સહિત 15 સભ્યો તેમની સાથે ભાજપમાં જોડાયા છે.

જવાહર ચાવાડા દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ જુનાગઢ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જો કે જુનાગઢ જિલ્લા પ્રમુખ નટુ પોક્યાએ જવાહર ચાવડાના દાવાને ખોટો અને પાયા વિહોણો ગણાવતા કહ્યું કે જિલ્લા પંચાતના પ્રમુખ સહિતના તમામ સભ્યો કોંગ્રેસમાં યથાવત છે.

જિલ્લા પંચાયતના કોઈ સભ્યો ભાજપમાં જોડાયા નથી. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવતા દરેક પક્ષોમાં તોડજોડની નીતિ ચાલી રહી છે.

કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એક બાદ એક કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેવામાં જવાહર ચાવડા દ્વારા કરવામાં આવેલા દાવાએ ભૂકંપ સર્જયો છે.